- જ્ઞાનવાપી મસ્જિદને લઇને મુસ્લિમ પક્ષને ફટકો
- અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમપક્ષની અરજી ફગાવી
- કેસ પાછો ખેંચવા વહીવટી નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદને લઇને મુસ્લિમ પક્ષ અંજુમન ઇંતજામિયા મસાજિદ કમેટીને એકવાર ફરી ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસના નિર્ણયને લઇને પકડારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં 2021થી જ્ઞાનવાપી કેસની સુનાવણી કરી રહેલી સિંગલ જજની બેંચમાંથી કેસ પાછો ખેંચવાના અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના વહીવટી નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સિંગલ જજની બેંચ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે મંદિરના પુનઃસ્થાપનની માંગ કરતા કેસની જાળવણીને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.
શું કહ્યું મુખ્ય ન્યાયાધીશે ?
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મસ્જિદ કમિટિનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસના આદેશમાં દખલ ન કરવી જોઈએ. હાઈકોર્ટમાં આ ખૂબ જ પ્રમાણભૂત પ્રથા છે. આ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના કાર્યક્ષેત્રમાં હોવું જોઈએ.
કેમ મામલો ગયો હતો HCમાં ?
મુસ્લિમ પક્ષે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સિંગલ જજની બેંચમાંથી કેસ પાછો ખેંચી લેવા અને અન્ય બેન્ચને સોંપવાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે અરજીને ફગાવી દેતા પહેલા કેસ ટ્રાન્સફર કરવાના કારણોનું અવલોકન કર્યું અને કહ્યું કે તેઓ તેને ઓપન કોર્ટમાં વાંચવા માંગતા નથી.
સરવે માટે 17 નવેમ્બર સુધીનો સમય
મહત્વનું છે કે 30 ઓક્ટોબરે અલ્હાબાદ હાઈકોર્ટે AIMCની અરજી પર સુનાવણી 8 નવેમ્બર સુધી ટાળી દીધી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું હતું કે તેણે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું સર્વેક્ષણ “પૂર્ણ” કરી દીધું છે પરંતુ રિપોર્ટનો મુસદ્દો તૈયાર કરવા માટે વધુ સમયની જરૂર છે. આ પછી 2 નવેમ્બરે વારાણસીની એક કોર્ટે ASIને 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. એએસઆઈએ અગાઉ 6 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ સબમિટ કરવાનો હતો.