- કોંગ્રેસ, અશોક ગેહલોત અને સચિન પાયલોટ પર વરસ્યા રાજનાથ સિંહ
- રાજ્યમાં થતી હત્યાઓ જોતાં, સરકારનું અસ્તિત્વ જ નથી દેખાતું: રક્ષામંત્રી
- લોકોએ તમારા પર વિશ્વાસ અને પ્રેમ વરસાવ્યો અને તમે ઝઘડતા રહ્યા
રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે જાહેર સભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને આડેહાથ લીધા હતા. આ દરમિયાન રાજનાથ સિંહે સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના વિવાદ પર પણ પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે રાજસ્થાનના લોકોએ તમને જીતવા માટે એટલા માટે નથી મોકલ્યા કે તમે 5 વર્ષ સુધી એકબીજા સાથે લડતા રહો. અને તેનું પરિણામ જનતાએ ભોગવવું પડે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, આ રીતે અંદરોઅંદર ઝઘડીને સરકાર ન ચાલી શકે.
નાથદ્વારામાં એક જાહેર સભાને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “ભારતમાં ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેમાં જો કોઈ અનુશાસન તોડવાનો પ્રયાસ કરશે તો તેને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં…”
લોકોએ પ્રેમ વરસાવ્યો અને તમે ઝઘડતા રહ્યાઃ રક્ષા મંત્રી
નાથદ્વારામાં જનસભા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સીએમ અશોક ગેહલોત પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ તમને સમર્થન અને પ્રેમ આપ્યો અને તમને સરકાર ચલાવવા માટે મોકલ્યા, પરંતુ તમે લોકો સરકાર બનાવ્યા બાદ અંદરોઅંદર જ લડતા રહ્યા. ગેહલોત અને પાયલોટ વચ્ચેની લડાઈ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપના નેતાઓ એકબીજા સામે એકઠા થઈ ગયા છે. કેટલાક ધારાસભ્યો એક નેતા સાથે છે તો કેટલાક નેતાઓ બીજા નેતા સાથે છે. સરકાર આ રીતે કામ કરતી નથી.
ભાજપમાં અનુશાસન તોડનારાને માફી નથી મળતી: રાજનાથ
રાજસમંદથી ભાજપના ઉમેદવાર દિપ્તી મહેશ્વરી અને નાથદ્વારાથી વિશ્વ રાજ સિંહ મેવાડના નામાંકન બાદ રાજનાથ સિંહ શુક્રવારે જનસભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના જૂથવાદને કારણે રાજસ્થાનમાં સરકાર ચલાવવાની સમસ્યા સામે આવી છે. કોંગ્રેસના જૂથવાદને ટાંકીને તેમણે કહ્યું કે ભાજપ ભારતની એવી પાર્ટી છે, જેમાં જો કોઈ અનુશાસન તોડવાનો પ્રયાસ કરશે તો તેને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં.
રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા જેવુ કઈ જ નથીઃ રક્ષામંત્રી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બાકી રહી નથી. કન્હૈયાલાલનું ગળું કાપીને જે રીતે હત્યા કરવામાં આવી હતી તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. ભીલવાડામાં આદર્શ તાપડિયા, ચિત્તોડગઢમાં રતનલાલ સોની, ઝાલાવાડમાં કૃષ્ણ વાલ્મિકી, હરીશ જાટવ, યોગેશ જાટવ, ચિરંજી લાલ સૈની, અલવરમાં યોગેન્દ્ર જાટવ… જે રીતે હત્યાઓ થઈ છે તે જોતાં લાગે છે કે રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકાર નામની કોઈ વસ્તુ બાકી રહી નથી. ધિક્કાર છે આવી સરકાર પર.