- આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ સાથે 4 સ્થાને
આજે ODI વર્લ્ડકપ 2023ની 35મી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 10:30 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને પોતાને ટોપ-4માં રાખવા ઈચ્છશે અને પાકિસ્તાન બીજી મેચ જીતીને સેમીફાઈનલની પોતાની આશા જીવંત રાખવા ઈચ્છશે. હાલમાં ન્યૂઝીલેન્ડ પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ સાથે 4 સ્થાને છે. જ્યારે પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે 6 સ્થાને છે.
પાકિસ્તાને ટોસ જીત્યો
આજે ODI વર્લ્ડકપ 2023ની 35મી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે, આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં પાકિસ્તાને એક ફેરાકર કર્યો છે. ઉસામા મીરની જગ્યાએ હસલ અલીને સ્થીન આપ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડે બે ફેરફાર કર્યા છે. વિલ યંગની જગ્યાએ કેપ્ટન કેન વિલિયમસને વાપસી કરી છે. જ્યારે ઇજાગ્રસ્ત મેટ હેનરીની જગ્યાએ ઇશ સોઢીને સ્થાન મળ્યું છે.
પિચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સારી છે. છેલ્લી 10 ODI મેચોમાં, અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 304 રહ્યો છે. જો કે, આ પછી પણ, મેદાન પરની ટીમો ટોસ જીતીને પીછો કરવાનું પસંદ કરશે કારણ કે પાછળથી બેટિંગ કરનારી ટીમોએ 60 ટકા વિજય મેળવ્યો છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટોસ જીતનારી ટીમ બેટ્સમેન માટે મદદરૂપ બનેલી પીચ પર શું નિર્ણય લે છે.
મેચ પ્રિડિક્શન
ટૂર્નામેન્ટમાં ભલે પાકિસ્તાન સારા ફોર્મમાં ન હોય અને ટીમને સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. વર્લ્ડકપની છેલ્લી પાંચ સિઝનમાં પાકિસ્તાન 2011ની ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક મેચ હાર્યું છે. બાકીની 4 મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાનઃ અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઇફ્તિખાર અહેમદ, સઉદ શકીલ, આગા સલમાન, શાહીન આફ્રિદી, હસન અલી, મોહમ્મદ વસીમ જુનિયર, હારિસ રઉફ
ન્યૂઝીલેન્ડઃ ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ