- પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની મેચ
- રચિન રવિન્દ્રએ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી
- 23 વર્ષિય બેટ્સમેને સચિન તેંડુલકરનો તોડ્યો રેકોર્ડ
પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી છે. રચિન રવિન્દ્રએ 94 બોલમાં 108 રન બનાવ્યા છે. તેમણે પોતાની ઈનિંગમાં 15 ફોર અને 1 સિક્સ ફટકારી છે. આ વર્લ્ડકપમાં રચિન રવિન્દ્રએ ત્રીજી વખત સદીનો આંકડો પાર કર્યો છે. રચિન રવિન્દ્રની ઉંમર 23 વર્ષ છે, પરંતુ આ ખેલાડીએ ત્રીજી વખત વર્લ્ડકપ મેચમાં સદી ફટકારીને ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રચિન રવિન્દ્રએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
રચિન રવિન્દ્ર 23 વર્ષની ઉંમરે 3 વર્લ્ડકપ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમે બન્યો છે. આ પહેલાં પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે 23 વર્ષની ઉંમરે વર્લ્ડકપની 2 સદી ફટકારી હતી. હવે રચિન રવિન્દ્રએ આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડનો કોઈ પણ ખેલાડી વર્લ્ડકપમાં 3 સદી ફટકારી શક્યો નથી.
વર્લ્ડકપમાં આવું રહ્યું રચિન રવિન્દ્રનું પ્રદર્શન..
આ વર્લ્ડકપમાં રચિન રવિન્દ્ર શાનદાર ફોર્મમાં છે. રચિન રવિન્દ્ર સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં બીજા સ્થાન પર છે. અત્યાર સુધી રચિન રવિન્દ્રએ 8 મેચમાં 74.71ની એવરેજથી 523 રન બનાવ્યા છે. આ ઉપરાંત રચિને 3 મેચમાં સદી ફટકારી છે. રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 96 બોલમાં અણનમ 123 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રચિન રવિન્દ્રએ 89 બોલમાં 116 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાન વિરુદ્ધ 94 બોલમાં 108 રન બનાવ્યા છે.