- જજ એવું નથી વિચારતા કે લોકો તેના પર કેવી પ્રતિક્રિયા આપશે : CJI
- જ્યુડિશિયલ સિસ્ટમમાં મહિલાઓને સમાન તક અને પ્રવેશના સ્તરે મુશ્કેલીઓ
- ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાની ઉપરવટ જઇ શકાય નહીં
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કોર્ટના ચુકાદાની ઉપરવટ જઇ શકાય નહીં. ધારાસભા કોઇ ચુકાદામાં કમીને દૂર કરવા માટે નવો કાયદો લાવી શકે છે. એક કાર્યક્રમને સંબોધન કરતાં સીજેઆઈએ કોર્ટ અને કાયદાની સાથે જોડાયેલાં મુદ્દાઓ પર પોતાના વિચારો રાખ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જ્યારે જજ કોઇ કેસમાં ચુકાદો આપે છે ત્યારે તે એવું નથી વિચારતા કે સમાજ અને લોકો તેના પર કેવી પ્રતિક્રિયા આપશે. એક ચૂંટાયેલી સરકાર અને ન્યાયતંત્રમાં આ જ ફરક હોય છે. સીજેઆઈએ જ્યુડિશિયલ સિસ્ટમમાં મહિલાઓને સમાન તક અને પ્રવેશના સ્તર પર પાયાની મુશ્કેલીઓ હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે યોગ્યતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. જો તમામને સમાન તક મળશે તો વધુ મહિલાઓ જ્યુડિશિયલ સિસ્ટમમાં આવશે.
જજને ચૂંટવામાં આવતાં નથી
સીજેઆઈએ જણાવ્યું હતું કે ધારાસભા એમ ના કહી શકે કે અમને લાગે છે કે ચુકાદો ખોટો છે અને તેથી અમે તેને ફગાવી દઇએ છીએ. કોઇપણ કોર્ટના ચુકાદાને ધારાસભા દ્વારા ફગાવી શકાય નહીં. કેસમાં ચુકાદો આપવા સમયે જજ બંધારણની નૈતિકતાથી નિર્દેશિત હોય છે, જાહેર નૈતિકતાથી નહીં.
અમેરિકા અને ભારતની સુપ્રીમ કોર્ટમાં અંતર
તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ભારતના લોકોની અદાલત છે. તેનો ઉદ્દેશ લોકોની ફરિયાદોને સમજવાનો છે. ભારતની સર્વોચ્ચ અદાલત જે કામગીરી કરે છે તે અમેરિકાની સર્વોચ્ચ અદાલતથી બહુ અલગ છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ વર્ષમાં 80 કેસ પર ચુકાદો આપે છે.