- ચટપટી ચાટથી મળશે બેસ્ટ ટેસ્ટ
- વાસી રોટલીથી બનશે મસ્ત હેલ્ધી નાસ્તો
- બાળકો અને મોટેરાંઓના બ્રેકફાસ્ટ માટે બનશે ખાસ
મોટાભાગના ઘરમાં રાતે બનાવેલી રોટલી વધી જતી હોય છે અને સવારે તેને આપણે વાસી રોટલીનું નામ આપીએ છીએ. અનેક લોકો તેને ખાવાનું ટાળે છે અને સાથે તેને ફેંકી દે છે. જો તમે ઘરમાં વધેલી રોટલીને ઈગ્નોર કરો છો તો તેવું ન કરો. તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમે મસ્ત હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો. તો જાણો શું કરશો અને કેવી રીતે રોટલીનો રીયૂઝ કરી શકશો.
વાસી રોટલીથી બનાવી લો ટેસ્ટી ચાટ
સામગ્રી
- 4-5 વાસી રોટલીઓ
- 2 બાફેલા બટાકા
- 2 બારીક સુધારેલા ટામેટા
- 1 નાનો કપ બાફેલા કાળા ચણા
- 2 બારીક સુધારેલી ડુંગળી
- 1 વાટકી ગળ્યું દહીં
- 2 બારીક સુધારેલા લીલા મરચા
- 1 મોટી ચમચી કોથમીર
- લીલી ચટણી
- આમલીની ચટણી
- 1 ચમચી શેકેલું જીરું
- લાલ મરચું
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ
- ચવાણુ
- દાડમના દાણા
આ રીતે તૈયાર કરો નાસ્તો
સૌથી પહેલા વાસી રોટલીને પાતળા ટુકડામાં કાપી લો. તેને ગોળ રોલ કરીને તેમાં ટૂથપિક ફસાવી દો. હવે કડાહીમાં તેલ ગરમ કરો. આ પછી રોટલીના ટુકડાને સારી રીતે તળી લો. જ્યારે રોટલીના ટુકડા સોનેરી રંગના થાય તો તેને અલગ કરો. હવે તેને ઠંડા થવા દો. એક બાઉલમાં કાળા ચણા, ચાટ મસાલો, બટાકા, ટામેટા, ડુંગળી અને ચટણી ઉમેરો. આ પછી ચવાણું અને દાડમ પણ ઉમેરી લો. હવે એક પ્લેટમાં રોટલીના ફ્રાય કરેલા ટુકડા રાખો. આ પછી લીલી ચટણી કે આમલીની ચટણી, કોથમીર, ચવાણુ અને દાડમના દાણાની મદદથી સજાવો. આ ચાટ સૌ કોઈને પસંદ આવશે.