- મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી
- શિવરાજસિંહે કોંગ્રેસને લીધી આડેહાખ
- સિંગરૌલીમાં પહોંચ્યા હતા શિવરાજસિંહ
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભાજપે પ્રજાને રિઝવવા માટે એક પણ મોકો છોડ્યો નથી. વિવિધ યોજનાઓની ભેટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જો કે બંને પાર્ટીઓ દ્વારા સામ સામે નિવેદનબાજીનો દોર હાલમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ ગઇ
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ એકબાદ એક વિધાનસભા વિસ્તારમાં રેલી સંબોધી રહ્યા છે. એક બાદ એક વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે સિંગરૌલીમાં શિવરાજસિંહે કોંગ્રેસને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે કૉંગ્રેસના બે ભાગ થઈ ગયા છે, એક ભાગ દિગ્વિજય સિંહનો, એક ભાગ કમલનાથનો અને કૉંગ્રેસ બંને ભાગોમાં પીસાઈ રહી છે… કૉંગ્રેસ એક એવી પાર્ટી છે જે માત્ર પોતાના પરિવારને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે… અમે લોકોની સેવા કરવામાં વ્યસ્ત છીએ.
કમલાનથનું મોડલ ફેઇલ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભાજપનું મોડલ વિકાસ અને જન કલ્યાણનું છે. કમલનાથનું મોડલ જૂનું મોડલ છે મધ્યપ્રદેશને બરબાદ કરનારુ કોંગ્રેસનું મોડલ છે. આ મોડલ નિષ્ફળ જશે અને રાજ્યમાં ભાજપ ફરી સરકાર બનાવશે.
અગાઉ સતનામાં સંબોધી હતી રેલી
મધ્યપ્રદેશના સતનામાં એક રેલીને સંબોધતા સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર દરેકને સમાન અધિકાર છે, અને મહિલાઓને પણ અધિકારો છે… તેમના કાયદેસરના અધિકારો આપવા એ બિલકુલ મફત વિતરણ નથી. ‘લાડલી બેહના યોજના’ જેવી યોજનાઓ આશીર્વાદ સમાન છે.
શું છે યોજના લાડલી બહેન યોજના ?
લાડલી બેહના યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેનો લાભ તે મહિલાઓને આપવામાં આવી રહી છે જેઓ પછાત વર્ગમાંથી આવે છે. સરકારનો પ્રયાસ છે કે તેઓને આર્થિક સહાય આપીને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે. તાજેતરમાં આ યોજનાએ ઘણું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે મધ્યપ્રદેશ સરકારે લાભાર્થીઓને આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 27 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે સરકારે માસિક ભથ્થાની રકમ 1,000 રૂપિયાથી વધારીને 1,250 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.