- સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
- રોહિત શર્માને સારી ફીલ્ડિંગ માટે મળ્યો મેડલ
- ફીલ્ડિંગ કોચે રોહિત શર્માને આપ્યું નવું નામ
ભારતીય ક્રિકેટ ટીમમાં મેચ બાદ સર્વશ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવાની પરંપરા યથાવત છે. ગત મેચમાં આ ખાસ ઉપલબ્ધિને એક નવા ખેલાડીએ પ્રાપ્ત કરી છે. આ કોઈ બીજા નહીં પણ કેપ્ટન રોહિત શર્મા છે. ‘હિટમેન’ શર્માએ વર્લ્ડકપ 2023ની પોતાની 8મી મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ દરમિયાન તેને એક નવું ‘નિકનેમ’ પણ મળ્યું છે. બ્લૂ ટીમના ફીલ્ડિંગ કોચે રોહિતને પ્રથમ વત ‘પ્રોફેસર’ નામથી બોલાવ્યો છે.
ફીલ્ડિંગ કોચે ખેલાડીઓની પ્રશંસા કરી
સાઉથ આફ્રિકા વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ ફિલ્ડરની જાહેરાત પહેલાં ફીલ્ડિંગ કોચ ટી દિલીપે મેદાનમાં જબરદસ્ત પ્રદર્શન માટે ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેમણે પહેલાં સૂર્યકુમાર યાદવની ફૂર્તીની પ્રશંસા કરી હતી. જે બાદ હંમેશાની જેમ રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની પ્રશંસા કરી હતી. આ દરમિયાન ભારતીય સ્ક્વોડમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળતો હતો.
કેપ્ટન રોહિત શર્માને ‘પ્રોફેસર’ કહ્યું
અંતમાં તેમણે કેપ્ટન રોહિત શર્માને ‘પ્રોફેસર’ કહી તેની ફીલ્ડિંગની પ્રશંસા કરી હતી. જે બાદ તેમણે તમામ ખેલાડીઓને મેદાનમાં જવા માટે આગ્રહ કર્યો હતો. અહીં તેમણે રોહિત, રાહુલ અને જાડેજાને એક ગોલમાં ઉભા કર્યા હતા. જે બાદ સર્વશ્રેષ્ઠ ફિલ્ડરના નામની જાહેરાત બગ્ગી કેમેરા દ્વારા કરવામાં આવી હતી.
અય્યરે રોહિતને પહેરાવ્યું મેડલ
શેર કરવામાં આવેલા વીડિયોમાં 3 ખેલાડીઓને કેમેરા ગોળ-ગોળ ફરીને ફોકસ કરે છે અને અંતમાં ‘હિટમેન’ પાસે આવીને અટકે છે. જે બાદ અમુક ખેલાડીઓ હિટમેન પર શુભેચ્છા માટે કુદી પડે છે. જે બાદ અય્યર પોતાના હાથેથી કેપ્ટનને મેડલ પહેરાવે છે.