ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. ભારતીય ટીમ અત્યાર સુધી લીગ સ્ટેજમાં 8 મેચ રમી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમી હતી. જેમાં ભારતીય ટીમની 6 વિકેટ જીત થઈ હતી. જે બાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ 8 વિકેટે, પાકિસ્તાન વિરુદ્ધ 7 વિકેટે, બાંગ્લાદેશ વિરુદ્ધ 7 વિકેટે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 વિકેટે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 100 રને, શ્રીલંકા વિરુદ્ધ 302 રને અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 243 રને જીત મેળવી છે.