રાંચીમાં ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એકતરફી ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારત માટે સંગીતાએ 17મી મિનિટે નેહાએ 46મી મિનિટે, લાલરેમસિયામીએ 57મી મિનિટે અને વંદના કટારિયાએ 60મી મિનિટે ગોલ કર્યો હતો. સંગીતા અને વંદનાએ ફિલ્ડ ગોલ કર્યો હતો, જ્યારે નેહા અને લાલરેમસિયામીએ પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો.