- વિરાટ કોહલી ફરી એકવાર આવ્યા ચર્ચામાં
- કોહલીનો એક વીડિયો થયો વાયરલ
- ભારત અને નેધરલેન્ડ વચ્ચે 12 નવેમ્બરે મેચ રમાશે
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ તાજેતરમાં તેની 49મી ODI સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કોહલીએ સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરતો જોવા મળે છે. કોહલીની આ સાદગી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તેના વીડિયો ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે.
કોહલીનો વીડિયો થયો વાયરલ
ટ્વિટર પર કોહલીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં તે ફ્લાઈટમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી. માહિતી અનુસાર, કોહલી ભારતની આગામી મેચ માટે બેંગલુરુ પહોંચી ગયા છે. તેમણે બેંગ્લોર જવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો. ભારત અને નેધરલેન્ડ વચ્ચે 12 નવેમ્બરે બેંગ્લોરમાં મેચ રમાશે.
વિરાટે 49 સદી ફટકારી રચ્યો ઈતિહાસ
ભારત અને નેધરલેન્ડ વચ્ચે 12 નવેમ્બરે બેંગલુરુમાં રમાનારી મેચ સેમિફાઇનલ પહેલા વર્લ્ડ કપ 2023ની છેલ્લી મેચ હશે. આ પછી 15 અને 16 નવેમ્બરે પ્રથમ અને બીજી સેમિફાઇનલ મેચ રમાશે. ફાઇનલ મેચ 19મી નવેમ્બરે યોજાશે.
વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે દક્ષિણ આફ્રિકા સામે બેટિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો. કોહલીએ 121 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. આ તેની ODI કારકિર્દીની 49મી સદી હતી. વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. કોહલીએ તેના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ અત્યાર સુધી 289 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 49 સદી અને 70 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન રહ્યો છે.