- દિલ્હીની કેજરીવાલ સરકાર શુક્રવારે સુપ્રીમમાં આપશે રિપોર્ટ
- કૃત્રિમ વરસાદ કરાવવા માટે કેન્દ્રની મદદ માંગવા SCને વિનંતી
- 20 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ થઈ શકે
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. પ્રદૂષણનો સામનો કરવા માટે કેજરીવાલ સરકાર પહેલીવાર દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરાવવાનું આયોજન કરી રહી છે. આ કામ માટે IIT કાનપુરની મદદ લેવામાં આવશે. IIT કાનપુરની મદદથી દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, 20 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ થઈ શકે છે. IIT કાનપુરે સંપૂર્ણ પ્લાન દિલ્હી સરકારને સુપરત કરી દીધો છે. મંગળવારે દિલ્હી સરકારના મંત્રીઓ સાથે IIT કાનપુરની મોટી બેઠક થઈ હતી. દિલ્હી સરકાર શુક્રવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપશે. દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદ કરવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ માંગવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરશે.