- મધ્ય પ્રદેશના ખંડવામાં હેમંત બિસ્વા સરમાએ સંબોધી જાહેર સભા
- ચૂંટણી આવતા કોંગ્રેસના લોકો હિન્દુ બની હનુમાનજીની કેક કાપે છે
- કોંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલ મહાદેવને બેટિંગ એપમાં લઈ આવ્યા
જ્યારથી 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેર થઈ છે ત્યારથી રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. તેમ પણ દેશના બે સૌથી મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર વાકપ્રહારો કરી રહ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ અને કમલનાથ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું, “જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેઓ (કોંગ્રેસ) લોકો હિંદુ બની જાય છે. જ્યારે કમલનાથ પોતાનો જન્મદિવસ ઉજવે છે, ત્યારે તેમને ભગવાન હનુમાનની છબી મળે છે. કેક પર છાપે છે અને પછી તેને ખાવા માટે બ્લેડથી કાપી નાખે છે. અરે, શું ભગવાન હનુમાન ખાદ્ય વસ્તુ છે?
વધુમાં, હેમંત બિસ્વા સરમાએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર નિશાન સાધતાં ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “છત્તીસગઢમાં, ભૂપેશ બઘેલ મહાદેવને બેટિંગ એપમાં લઈ આવ્યા છે અને અહીં કમલનાથ ભગવાન હનુમાનને કેકમાં લાવે છે.”