- ચાર મહિલાને એનેસ્થિશિયા આપી દેવાયો હતો
- ઓપરેશન માટે તાત્કાલિક બીજા ડોક્ટર બોલાવાયા
- શરૂઆતનાં ચાર ઓપરેશન તો ડોક્ટરે કરી નાખ્યાં પણ નાખ્યા હતા
નાગપુરની એક સરકારી હોસ્પિટલના ડોક્ટરની વર્તણૂકથી વહીવટીતંત્ર ડઘાઈ ગયું છે. ચાના શોખીન ડોક્ટર નસબંધીનાં ઓપરેશન કરતા હતા તે દરમિયાન ચા ન મળતાં ઓપરેશન અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા.
નાગપુર તાલુકાના સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પરિવાર નિયોજન માટે આઠ મહિલાઓને નસબંધી માટે બોલાવવામાં આવી હતી. આ મહિલાઓનાં ઓપરેશન ડો. તેજરંગ ભાલવી કરવાના હતા. શરૂઆતનાં ચાર ઓપરેશન તો ડોક્ટરે કરી નાખ્યાં પણ પછી તેમને ચા પીવાનું મન થયું. પરંતુ હોસ્પિટલમાં ચા ન મળતાં તે ચિડાઈ ગયા અને નારાજ થયેલા ડોક્ટર ઓપરેશન અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. ડોક્ટર જતા રહ્યા ત્યારે બાકીની ચાર મહિલાઓને એનેસ્થેશિયા આપી દેવાયો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ જિલ્લાના સીઇઓ સૌમ્યા શર્માએ જિલ્લા પરિષદના અધિકારીને જાણ કરીને તરત જ ડોક્ટર્સની બીજી ટીમને ઓપરેશન માટે મોકલી દેવાઈ હતી.