- સોશિયલ મીડિયામાં વાયરલ Just looking like a WoW” ટ્રેન્ડ
- લોકો નવા ટ્રેન્ડ પર બનાવી રહ્યા છે અવનવા વિડીયોઝ
- રેલવે મંત્રીએ શેર કર્યા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ફોટોઝ
જો તમે સોશિયલ મીડિયા છો તો તમે ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા “Just looking like a WoW” ટ્રેન્ડ અને તેનું ગીત ચોક્કસ સાંભળ્યું જ હશે. જેના પર છેલ્લા કેટલાય સમયથી લોકો ખાસ્સા પ્રમાણમાં વિડીયો બનાવી રહ્યા છે. ટ્રેન્ડ એટલો પ્રચલિત થઈ રહ્યો છે કે મોટા મોટા સ્ટાર્સ અને સેલિબ્રિટિઝ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે, હવે આ ટ્રેન્ડનો ચસ્કો ભારતના રેલવે મંત્રીને પણ લાગી ગયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ Just looking like a Wow ટ્રેન્ડમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સામેલ થઈ ગયા છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વંદે ભારત ટ્રેનની સુંદરતા દર્શાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બે ફોટો પોસ્ટ કરી છે જેના પર વાયરલ થઈ રહેલ ગીતની લાઇન “Just looking like a Wow” લખ્યું છે.