- ગાઝિયાબાદથી અલીગઢ કવિ સંમેલનમાં જઈ રહ્યા હતા કુમાર વિશ્વાસ
- રસ્તામાં અજાણ્યા શખ્સે કાફલાના સુરક્ષા કર્મીઓની કારને મારી ટક્કર
- શખ્સે પોલીસ અને સુરક્ષા કર્મીઓ સાથે કરી મારામારી: કુમાર વિશ્વાસ
ગાઝિયાબાદથી અલીગઢ જઈ રહેલા પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના કાફલામાં સામેલ સુરક્ષા કર્મીઓ પર હુમલો થયો છે. કોઈ કાર ચાલક શખ્સે બુધવારે બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કવિ કુમાર વિશ્વાસે પોતે આ અંગે જાણકારી આપી છે.
કુમાર વિશ્વાસે જણાવ્યું છે કે, આજે અલીગઢ જતી વખતે વસુંધરા સ્થિત મારા ઘરેથી નીકળ્યો ત્યારે હિંડન કિનારે એક કાર ચાલકે તેમની સાથે કાફળમાં ચાલી રહેલ રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે નીચે ઉતરીને સુરક્ષાકર્મીઓ તે શખ્સની પૂછપરછ કરવા પ્રયાસ કર્યો તો તેણે ન માત્ર યુપી પોલીસ કોન્સ્ટેબલ પરંતુ કેન્દ્રીય દળોના સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. પોલીસને જાણ કરી દીધી છે. શખ્સે આવું કેમ કર્યું તેનું કારણ હજુ જાની શકાયું નથી. ભગવાન સૌને સલામત રાખે. તમારી શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર.
વાસ્તવમાં અલીગઢમાં બુધવારે સાંજે કવિ નાઈટ ઇવેન્ટનું આયોજન થવાનું છે. આ કવિ સંમેલનમાં ડો.કુમાર વિશ્વાસ ઉપરાંત કવિ સુદીપ ભોલા અને કવયિત્રી કવિતા તિવારી સહિત અનેક સાહિત્યપ્રેમીઓ ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કુમાર વિશ્વાસ ગાઝિયાબાદના વસુંધરા સ્થિત તેમના ઘરેથી અલીગઢ જવા રવાના થયા હતા.
ડોક્ટરે લગાવ્યો મારપીટનો આરોપ
તો બીજી બાજુ, કુમાર વિશ્વાસના કાફલામાં રહેલા સુરક્ષાકર્મીઓ પર એક ડૉક્ટરને માર મારવાનો આરોપ લાગ્યો છે. કહેવાઈ રહ્યું છે કે હિંડન નદી પાસે કવિના કાફલાને ઓવર ટેક કરવાને લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો. મારપીટમાં પલ્લવ વાજપેયી નામના ડૉક્ટરને ગંભીર ઇજાઓ થઈ છે.