- તેલંગાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી
- કેડર યાત્રા દરમિયાન BRS નેતાને નડ્યો અકસ્માત
- સ્ટેન્ડ તૂટી જતાં 4 થી 5 નેતાઓ પટકાઈ ગયા
તેલંગાણા વિધાનસભા ચુંટણીને લઈને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, સ્થાનિક રાજકીય પક્ષ BRS દ્વારા પણ ચૂંટણી પ્રચારમાં કોઈ કમી નથી છોડવામાં આવી રહી. BRS નેતાઓ લોકો વચ્ચે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે, BRS નેતા કેટીઆર રાવને અકસ્માત નડ્યો છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે નિઝામાબાદના આર્મૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેલંગાણાના મંત્રી અને BRS નેતા કેટીઆર રાવ પોતાના વાહન પર લગાવેલા સ્ટેન્ડ તૂટી પડતાં તેઓ ફસડાઈ પડ્યા હતા.
સોશિયલ મીડિયામાં તેલંગાણા મંત્રીના વાહન પરથી પડી જવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ જે ખુલ્લા વાહન પર કેટીઆર અને તેમની પાર્ટીની કેડર યાત્રા કરી રહ્યા હતા તેની રેલિંગ અચાનક બ્રેક લાગતાં તૂટી જાય છે જેને કારણે મંત્રી સહિત 4 થી 5 લોકો ફસડાઈ પડે છે. જોકે આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા થયાના અહેવાલો નથી મળી રહ્યા.