સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ઘટીને 59880 રૂપિયે, જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલો રૂ.60009 પર પહોંચી
Updated: Nov 9th, 2023
નવી દિલ્હી, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર
ધરતેરસ અને દિવાળીમાં સસ્તામાં સોનું અને ચાંદી ખરીદવાની તક આવી ગઈ છે. ગુરુવાર 9મી નવેમ્બર-2023ના રોડ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange-MCX) પર સોના અને ચાંદીની કિંમત (Gold-Silver Price)માં ઘટાડો નોંધાયો છે. આજે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 60000થી નીચે 59903 પર ખુલી છે. સોનાના ભાવમાં ગઈકાલના મુકાબલે આજે 129 રૂપિયા (0.21 ટકા) સસ્તું થઈ પ્રતિ 10 ગ્રામ 59880 રૂપિયે પહોંચી ગઈ છે. ગઈકાલે વાયદા બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનું 60009 પર બંધ થયું હતું.
ચાંદીમાં 700 રૂપિયાનો ઘટાડો
સોના ઉપરાંત ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થયો છે. ચાંદીની કિંમત ગઈકાલના મુકાબલે આજે 709 રૂપિયા (1%) સસ્તી થઈ પ્રતિ કિલોગ્રામ 70341 પર પહોંચી ગઈ છે. આજે વાયદા બજારમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ 71050 રૂપિયા પર બંધ થઈ હતી.
મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ
|
24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ |
ચાંદી પ્રતિ કિગ્રા |
ચેન્નાઈ |
61,250 |
76,200 |
દિલ્હી |
60,910 |
73,200 |
કોલકાતા |
61,250 |
73,200 |
મુંબઈ |
60,760 |
73,200 |
પુણે |
60,760 |
73,200 |
લખનૌ |
60,910 |
73,200 |
જયપુર |
60,910 |
73,200 |
પટના |
60,810 |
73,200 |
ગાઝિયાબાદ |
60,910 |
73,200 |
નોઈડા |
60,910 |
73,200 |
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય માર્કેટ (International Market)માં પણ આજે સોનાની કિંતમાં ઘટાડો નોંધાયો છે. મેટલ રિપોર્ટ મુજબ સોનાનો ભાવ આજે 0.1 ટકા સાથે પ્રતિ ઔંશ 1948.39 ડૉલરના સ્તરે બંધ થયો છે. જ્યારે અમેરિકા (America)માં 0.2 ટકાનો ઘટાડા સાથે અહીં પ્રતિ ઔંશ 1953.50 ડૉલરના સ્તરે છે. ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી 0.5 ટકા ઘટી પ્રતિ ઔંશ 22.41 ડૉલરે પહોંચી છે.