- ત્રણ મહિનામાં ભારતનો ત્રીજો દુશ્મન ઠાર
- આતંકી અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા
- અજાણ્યા હુમલાખોરોએ કરી હત્યા
એકબાદ એક આતંકીઓનો ખાત્મો બોલાઇ રહ્યો છે. ક્યારેક કેનેડામાં તો ક્યારેક જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના આકા ઢેર થઇ રહ્યા છે. ત્યારે હાલમાં પણ સિલિસિલો યથાવત જોવા મળી રહ્યો છે. લશ્કર એ તૈયબાના પૂર્વ નેતા અકરમ ખાનની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી.
ભારત વિરોધી ભાષણો કરતો હતો આતંકી
કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બાજૌરમાં અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી અકરમ ગાઝીએ 2018 થી 2020 દરમિયાન લશ્કરની ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત પાકિસ્તાનમાં ભારત વિરોધીઓ ભાષણ પણ કરતો હતો.
કોણ હતો અકરમ ગાઝી ?
અકરમ લશ્કર-એ-તૈયબાનું જાણીતું નામ છે. તે લાંબા સમયથી ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તેણે લશ્કર ભરતી સેલનું નેતૃત્વ પણ કર્યું હતું. તેણે ઉગ્રવાદી હિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી વ્યક્તિઓને ઓળખીને તેઓની ભરતી કરવામાં જવાબદાર ભૂમિકા ભજવી.
ભારતનો દુશ્મ લતીફ ઠાર મરાયો
આ વર્ષે ઓક્ટોબરમાં પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો હતો. લતીફ પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાંથી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો અને 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓનો હેન્ડલર હતો.
આતંકી અબુ કાસિમ ઠાર
સપ્ટેમ્બરની શરૂઆતમાં પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં રાવલકોટમાં અલ-કુદુસ મસ્જિદની અંદર અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ તરીકે થઈ હતી. રિયાઝ અહેમદ કોટલીથી નમાજ અદા કરવા આવ્યો હતો ત્યારે તેને નજીકથી માથામાં ગોળી વાગી હતી.