- સિંગાપોરના પીએમએ પીએમ મોદીના કર્યા વખાણ
- લી સિએન લૂંગે ભારતની કરી પ્રશંસા
- આર્થિક સ્થિતિ અને ડિજિટલાઇઝેશનની પ્રશંસા કરી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોક લાડીલા પ્રધાનમંત્રી કહીને સંબોધવામાં આવે છે. કારણ કે ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત પરંતુ આખા વિશ્વમાં પીએમ મોદીએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પીએમ મોદી લોકપ્રિય નેતા તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભરી આવ્યા છે. મહાસત્તાઓ પણ પીએમ મોદીની તારીફ કરતા થાકતા નથી ત્યારે વધુ એક દેશે પીએમ મોદીની પ્રશંસા કરી છે.
સિંગાપોરના પીએમએ કર્યા વખાણ
દેશને આગળ લઈ જતી સરકારની યોજનાઓ અને વિચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી છે. ઘણા વૈશ્વિક અહેવાલોમાં ભારતની આર્થિક સ્થિતિ અને ડિજિટલાઇઝેશનની પ્રશંસા કરવામાં આવી છે. આ શ્રેણીમાં સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે ભારતના વિકાસ માટે મોદી સરકારના વખાણ કર્યા છે.
સૌથી ઝડપી વિકાસ કરતો દેશ ભારત- સિંગાપોર પીએમ
સિંગાપુરના પીએમએ કહ્યું કે પીએમ મોદી તેમના આર્થિક સુધારા અને ડિજિટલાઈઝેશન દ્વારા દેશને ઝડપી વિકાસના માર્ગ પર લઈ જઈ રહ્યા છે. 8 નવેમ્બરે, બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ ગાલા ડિનરમાં, સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે બ્લૂમબર્ગના મુખ્ય સંપાદક જોન મિકલથવેટ સાથેની મુલાકાતમાં કહ્યું કે મને લાગે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ગયા વર્ષે, તેઓ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંના એક હતા.
ભારતની વસતી યુવા -સિંગાપોર પીએમ
તેમણે કહ્યું કે ભારતની વસ્તી યુવાન છે અને હજુ પણ વધી રહી છે. લી સિએન લૂંગે જણાવ્યું હતું કે ભારતે યુવાઓનો મહત્તમ લાભ ઉઠાવવો જોઇએ. અને પૂર્વ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને વ્યાપક વિશ્વને પ્રભાવિત કરવા માટે ઉપખંડની બહાર પણ પહોંચ વિસ્તારવાની જરૂર છે. સિંગાપોરના વડાપ્રધાને કહ્યું કે ચીનની વસ્તી ભલે વધારે છે પરંતુ વૃદ્ધ થઈ રહી છે અને હાલ તે ઓછી થઇ રહી છે.