- ફ્લૂનો કફ એક અઠવાડિયામાં થઈ જાય છે ખતમ
- ફ્લૂની અસરમાં ગળામાં સોજો આવે છે અને દર્દ થાય છે
- ટીબીમાં શરીરમાં થાક અનુભવાય છે અને પેશાબનો રંગ બદલાય છે
ટીબી એક ગંભીર બીમારી છે જેમાં શરીર અંદરથી ખોખલું થઈ જાય છે. તેની સમયસર સારવાર ન કરાય તો મૃત્યુ નક્કી રહે છે. આ માટે જરૂરી છે કે ટીબીની ઓળખ જલ્દી કરી લેવી. શિયાળામાં લોકોને શરદી ખાંસીની સમસ્યા રહે છે કેમકે આ સીઝનમાં વાયરલ ઈન્ફેક્શન વધે છે. તેમાં વાયરલ ફ્લૂમાં શરદી-ખાંસી વધે છે. ફ્લૂમાં કફ અને ખાંસી રહે છે. તો ટીબીમાં કફની સાથે ખાંસી રહે છે. એવામાં આ મુશ્કેલીને ફ્લૂ સમજીને લોકો ડોક્ટરની પાસે જતા નથી અને આ પ્રકારની ખાંસી ટીબી પણ હોઈ શકે છે. આ માટે બંને વચ્ચેનો ફરક જાણી લેવો જરૂરી છે.
કેવી રીતે સમજશો ફ્લૂનો કફ
મળતી માહિતી અનુસાર ફ્લૂના કફમાં છાતીની અંદર કફ ભરાઈ જાય છે. સાથે ગળામાં સોજો આવે છે. તેના કારણે ખાંસી આવે ત્યારે ગળામાં દર્દ પણ થાય છે. નાકમાંથી પાણી વહે છે તે તેનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય મસલ્સ અને બોડીમાં એંઠનની સાથે માથું પણ દુઃખે છે. કેટલાક લોકોમાં ફ્લૂની સાથે ડાયરિયા, ઉલ્ટી અને જીવ ગભરાવવાની તકલીફ પણ થઈ શકે છે. એ પણ જાણવાનું રહેશે કે ફ્લૂમાં તાવ પણ આવી શકે છે. આ સિવાય લોકોને તાવ ફ્લૂ લાગી શકે છે.
શું હોય છે ટીબીનો કફ
ટીબીનો કફ ઓળખવો સરળ છે. ફ્લૂમાં જે કફ છે તે કેટલાક દિવસો અને અઠવાડિયા સુધી રહે છે. ટીબીનો કફ જલ્દી જતો નથી. 3 અઠવાડિયા સુધી તેની અસર રહે છે. તેની સાથે ખાંસી છે તો તે ટીબીનું મુખ્ય લક્ષણ છે. કફ કે મ્યૂક્સની સાથે લોહી આવે તો ટીબીની શક્યતાઓ હોઈ શકે છે. આ સ્થિતિમાં ડોક્ટરની પાસે જાઓ અને સાથે ટીબીની અસર લાગે તો તરત જ તપાસ કરાવી લો.
જાણો ટીબીના અન્ય લક્ષણ
કફ અને ખાંસી સિવાય ટીબીની બીમારીમાં ધીરે ધીરે નવા લક્ષણો જોડાઈ જાય છે. જ્યારે ઈન્ફેક્શન વધે છે તો શરીરમાં હંમેશા થાક લાગે છે. કોઈ કામમાં મન લાગતું નથી. રાતના સમયે પરસેવો થાય છે. આ સિવાય ભૂખ ન લાગવી, વજન ઘટવું, માથું દુઃખવું, ગરદનમાં સ્ટીફનેસ અને સાથે પગ અને ચહેરા પર રેશિઝ દેખાય છે. આ સાથે જોઈન્ટમાં સોજા આવવા, કન્ફ્યુઝન થવું, પેશાબનો રંગ બદલાવવો જેવા લક્ષણો જોવા મળે છે.
ટીબીથી કેવી રીતે બચશો
ટીબીની બીમારી બેક્ટેરિયાથી થાય છે. તેના બેક્ટેરિયા હવામાં લાંબા સમય સુધી રહે છે. તેના માટે ઘરમાં યોગ્ય પ્રકારનું વેન્ટિલેશન હોય તે જરૂરી છે. નેચરલ લાઈટ ટીબીના બેક્ટેરિયાને મારી દે છે. આ માટે ઘરમાં યોગ્ય રીતે રોશનીનો બંદોબસ્ત કરો. બહાર નીકળો તો મોઢું ઢાંકીને નીકળો.