- દેશની પહેલી અમૃત ભારત ટ્રેન
- ટ્રાયલ રન થઇ ગયો છે પૂર્ણ
- પુલ પુશટેક્નિક ધરાવતી પ્રથમ ટ્રેન
દેશની પહેલી અમૃત ભારત ટ્રેનની સવારી તૈયાર થઇ ચૂકી છે. તેનો ટ્રાયલ રન પુરો થઇ ગયો છે. આ પુલ-પુશ ટ્રેન છે. જે વંદે ભારત એક્સપ્રેસ કે EMU ટ્રેન થોડા સમયમાં સ્પીડ પકડી લે છે, તેવી જ રીતે આ અમૃત ભારત પણ સ્પીડ પકડશે. તેના રૂટ પણ લગભગ નક્કી થઈ ગયા છે. ટૂંક સમયમાં પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ થાય તેવી શક્યતા છે.
કેવી હશે અમૃત ભારત ટ્રેન ?
- અમૃત ભારત એક્સપ્રેસનો રંગ કેસરી હશે.
- તેનું એન્જિન વંદે ભારત અને EMUની તર્જ પર હશે.
- જે સંપૂર્ણ રીતે કેસરી રંગનું હશે.
- જ્યારે કોચની બારી ઉપર અને નીચે ભગવા રંગની પટ્ટી હશે.
- 22 કોચવાળી આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
- સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
- પુલ-પુશ ટેક્નોલોજીના કારણે અમૃત ભારત ટ્રેન ઝડપથી ઉપડી શકશે અને સ્પીડ વધશે.
- કયા રૂટ પર ચાલશે ?
કયા રૂટ પર ચાલશે ?
સામાન્ય લોકોની આ ટ્રેન રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને વંદે ભારતની લાઇન પર મહત્તમ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેનું ભાડું સામાન્ય રાખવામાં આવશે. એવી સંભાવના છે કે દેશની પ્રથમ અમૃત ભારત એક સાથે બે રૂટ પર દોડશે, એક ચિત્તૌરગઢ એક્સપ્રેસ અને બીજી તમિલનાડુ એક્સપ્રેસ હશે. માર્ગો પણ લગભગ નક્કી થઈ ગયા છે.
શું છે પુલ-પુશ ટેકનોલોજી?
પુશ-પુલ ટેક્નોલોજીમાં ટ્રેનના બંને છેડે એક જ સમયે બે લોકોમોટિવ્સ (એન્જિન)નો ઉપયોગ થાય છે. આગળનું એન્જિન ટ્રેનને ખેંચે છે અને પાછળનું એન્જિન ટ્રેનને ધક્કો મારે છે. જ્યારે ટ્રેનને આગળના એન્જિનમાંથી લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટ દ્વારા કમાન્ડ કરવામાં આવે છે. બંને એન્જિન ઈલેક્ટ્રીકલ કેબલ અને લોખંડની પાઈપો દ્વારા જોડાયેલા છે. જેના કારણે ટ્રેન ઝડપી થાય છે અને બ્રેક લાગે છે અને એક એન્જિનથી ટ્રેનનું સંચાલન શક્ય બને છે. ટેકનિકલ ભાષામાં તેને ડિસ્ટ્રિબ્યુટેડ પાવર પુશ-પુલ લોકોમોટિવ તરીકે ઓળખવામાં આવે છે. અમૃત ભારત ટ્રેનો એક રેક (ટ્રેન)ના રૂપમાં હશે.