- અગ્નિપથ યોજનાને લઈને માપદંડમાં કેટલાક ફેરફાર
- અધિકારીઓએ આ અંગે કોઈ ફોડ પાડ્યો નથી
- માપદંડને હળવા કરી દેવામાં આવ્યા
અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર માટે સેનામાં જોડાવાના માપદંડ હવે પહેલા કરતા વધુ સરળ બનાવવામાં આવ્યા છે. નિયમિત સૈનિકોની પસંદગી પ્રક્રિયાની સરખામણીમાં પસંદગી પ્રક્રિયા થોડી જટીલ હતી. આ અંગે ઉમેદવારો પણ સતત માંગણી કરી રહ્યા હતા. અગાઉ, સામાન્ય સૈનિકોની ભરતી માટે યોગ્યતાના માપદંડો થોડાક કડક રાખવામાં આવ્યા હતા. જો કે, હવે આ માપદંડ એકસમાન કરવામાં આવ્યો છે.
નવી પોલીસી જાહેર કરી
સેનાએ આ અંગે નવી નીતિ જારી કરી છે. જો કે, નવી પોલિસી જારી કરવામાં આવે તે પહેલા જ, અગ્નિવીરની પ્રથમ બેચ તેમની તાલીમ પૂર્ણ કરીને પોતપોતાના એકમોમાં પરત ફરી હતી. આ અગ્નિવીરોની પ્રથમ વર્ષની પાત્રતાનું મૂલ્યાંકન જૂની નીતિ એટલે કે કઠિન માપદંડો અનુસાર કરવામાં આવ્યું છે. અગ્નિવીરનું મૂલ્યાંકન પ્રથમ વર્ષ તાલીમ કેન્દ્રમાં અને પછી ત્રણ વર્ષ માટે એકમમાં કરવાનું છે.
આ રહ્યા નવા નિયમ
નિયમિત સૈનિક માટે તેણે 5000 ફૂટની ઊંચાઈએ 5 કિલોમીટરની રેસ 25 થી 28 મિનિટમાં પૂરી કરવાની હોય છે. જ્યારે અગ્નિવીર આ રેસ 23 મિનિટમાં પૂરી કરીને સુપર ઉત્તમની શ્રેણીમાં આવે છે. તે જ સમયે, જો નિયમિત સૈનિકો 25 મિનિટ અથવા તેનાથી ઓછા સમયમાં રેસ પૂર્ણ કરે છે, તો તેઓ ઉત્તમ હશે. 23 મિનિટમાં રેસ પૂરી કરવાની કોઈ શ્રેણી નથી. અગ્નિવીર સૈનિકોની આખી બેચ માત્ર સુપર એક્સેલન્ટ માપદંડ દ્વારા જ યુનિટ સુધી પહોંચી છે. એટલે કે તેનું એક વર્ષનું માર્કિંગ થઈ ગયું છે. જો કે, સેનાના એક અધિકારીએ કહ્યું કે અંતિમ માર્કિંગમાં આને ઠીક કરવામાં આવશે.
નિયમોમાં ફેરફાર કરાયા
હવે સુપર એક્સેલેન્ટ કેટેગરી હટાવી દેવામાં આવી છે. આ સૌથી મોટો ફેરફાર છે. અગાઉ, ભરતી પ્રક્રિયા માટે ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા. તે ભેદભાવપૂર્ણ હોવાનું કહેવાયું હતું. જેના પર પૂરતું ધ્યાન આપીને કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, આ મુદ્દે હજુ સુધી સુરક્ષા પાંખમાંથી ખાસ કોઈ મોટા અધિકારીની વાત સામે આવી નથી. બીજી તરફ ગૃહમંત્રાલય તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન જાણવા મળ્યું નથી.