- કોંગ્રેસના સીનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું મોટુ નિવેદન
- રામ મંદિર અને હિંદુત્વને લઇને પોતાની પાર્ટી પર કર્યા પ્રહાર
- કહ્યું પ્રિયંકા ગાંધીથી મોટા નેતા ગઠબંધનમાં કોઇ નહી
કોંગ્રેસના સીનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પોતાની પાર્ટીના નેતાઓ પર નિશાનો તાક્યો છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસમાં એવા ઘણા નેતાઓ છે જે રામ મંદિર જ નહી પરંતુ રામને પણ નફરત કરે છે આ લોકોને હિંદુત્વથી નહિ પરંતુ હિંદુઓથી જ ચીડ છે. આ લોકો હિન્દુ ધર્મગુરુઓનું અપમાન કરવા માંગે છે. તેમને બિલકુલ પસંદ નથી કે કોઈપણ હિંદુ ધર્મગુરુ પાર્ટીમાં હોવો જોઈએ. જો કે કોઈ નેતાનું નામ લીધુ ન હતું.
‘પ્રિયંકા ગાંધીથી મોટા નેતા ગઠબંધનમાં કોઇ નહી’
તેમણે કહ્યું કે ભારત ગઠબંધન બનાવવાનો હેતુ મોદી અને ભાજપને હટાવવાનો છે. દુઃખની વાત છે કે આ લોકો મોદી અને બીજેપીને નફરત કરી દેશની સામે જ થઈ ગયા છે. તેમણે કહ્યું કે આ દેશનું સૌભાગ્ય છે કે અમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોવા જઈ રહ્યા છીએ. આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે કહ્યું કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસની કોઈ ઓળખ નથી. સમગ્ર વિપક્ષ અને I.N.D.I.A ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીથી મોટો બીજો કોઈ નેતા નથી. જો કોંગ્રેસ PM નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માંગતી હોય તો પ્રિયંકાને PM ઉમેદવાર બનાવવી જોઈએ.
પાર્ટી રહેવુ એટલે સાચુ ન કહેવુ એવુ કોણે કીધુ ?
કોંગ્રેસમાં રહીને પાર્ટી પર પ્રહાર કરતા આચાર્ય પ્રમોદે કહ્યું કે, પાર્ટીમાં હોવાનો મતલબ એ નથી કે સત્ય ન બોલવું જોઈએ. સત્ય એ સત્ય છે અને અસત્ય એ અસત્ય કહેવાય છે. શું વંદે માતરમ, સનાતન ધર્મ અને દેશ વિશે વાત કરવાનો અર્થ ભાજપમાં જોડાવાનો છે? તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને ભગવાન રામ વિના આ દેશમાં લોકશાહીનો કોઈ અર્થ નથી.