કાળીચૌદશે માતા મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીનાં સાધના-પૂજનનો વિશેષ મહિમા છે. પૂજામાં કયા ફૂલથી પૂજન કરવું, શેનો થાળ ધરાવવો તથા મંત્રનો જાપ કરવો તે જાણીએ.
મેષ (અ. લ. ઈ)
વડાં અને સૂકા મેવાનો ભોગ ધરી લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ૐ હ્રીમ ભૈરવાય નમઃ’ મંત્રની 11 માળા કરવી જોઈએ. આ જાતકોએ દીપ દાન ખાસ કરવું જોઈએ.
વૃષભ (બ. વ. ઉ)
સફેદ અને ચમકતાં ફૂલ, માલપૂઆ અને વડાંનો ભોગ ધરી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ક્રીમ ક્રીમ ક્રીમ મહાકાલી નમો નમઃ’ મંત્રની 11 માળા કરવી. આ દિવસે સફેદ કે ચળકતા વસ્ત્રનો ઉપયોગ કે દાન કરવું જોઈએ.
મિથુન (ક. છ. ઘ)
વડાં અને બરફીનો ભોગ ધરી લીલાં રંગબેરંગી ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 હનુમાન ચાલીસા કરવી જોઈએ. ગાયને ઘાસ અને કૂતરાને તેલ લગાવી રોટલો આપવો જોઈએ.
કર્ક (ડ. હ)
વડાં અને ખીર-પૂરીનો ભોગ ધરી સફેદ અને આકડાનાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 7 માળા કાલી ગાયત્રી મંત્રની કરવી જોઈએ. આ દિવસે શિવ મંદિરમાં જઈને માતા પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
સિંહ (મ. ટ)
વડાં અને દૂધ, ફ્રૂટ, દાડમનો ભોગ ધરી રાતાં અને લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 7 માળા ભૈરવ ગાયત્રી મંત્રની કરવી. આ ઉપરાંત સવારે સૂર્યને અર્ધ્ય આપી આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
કન્યા (પ. ઠ. ણ)
વડાં અને બરફીનો ભોગ ધરી લીલાં રંગબેરંગી ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 હનુમાન ચાલીસા કરવી જોઈએ. કાળા કૂતરાંને ગળી રોટલી ખવડાવવી.
તુલા (ર. ત)
સફેદ અને ચમકતાં ફૂલ, માલપૂઆ અને વડાંનો ભોગ ધરી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ક્રીમ ક્રીમ ક્રીમ મહાકાલી નમો નમઃ’ મંત્રની 11 માળા કરવી. ભૈરવનાથના મંદિરમાં જઈને કાળાં વસ્ત્ર અર્પણ કરવા જોઈએ અને મનોવાંછિત ફળ મળે તેવી પ્રાર્થના કરવી જોઈએ.
વૃશ્ચિક (ન. ય )
વડાં અને સૂકા મેવાનો ભોગ ધરી લાલ ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ૐ હ્રીમ ભૈરવાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. આ જાતકોએ દીપદાન જરૂર કરવું.
ધન (ધ. ભ. ફ. ઢ)
વડાં અને બેસનના લાડુનો ભોગ ધરી પીળાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `હૂં પવનનંદનાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. હનુમાનચાલીસા અથવા તો ભૈરવાષ્ટકમની પુસ્તીકાનું દાન કરવું જોઈએ.
મકર (ખ. જ)
વડાં અને અડદિયાનો ભોગ ધરી ઘેરાં કે ડાર્ક ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી 11 વાર ભૈરવાષ્ટક કરવું. શિવજી કે હનુમાનજીના મંદિરે કાળા વસ્ત્રમાં સાત મુઠી કાળા તલ ભરીને દાન કરવું જોઈએ.
કુંભ (ગ. સ. શ)
વડાં અને અડદિયાનો ભોગ ધરી ઘેરાં (ડાર્ક) રંગના ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `ઓમ હ્રિમ શ્રીં ક્લીં કાલિકા પરમેશ્વરી સ્વાહા’ મંત્રની 9 માળા કરવી જોઈએ.
મીન (દ. ચ. ઝ. થ)
વડાં અને બેસનના લાડુનો ભોગ ધરી પીળાં ફૂલથી હનુમાનજી, ભૈરવ અને મા કાલીનું પૂજન કરી `હૂં પવનનંદનાય નમઃ’ મંત્રની 11 માળા કરવી. હનુમાનજીના મંદિરમાં જઈને ચોલો ચઢાવવો અને ભૈરવજીના દર્શન કરવા.
તમામ કષ્ટો દૂર કરે હનુમાન ચાલીસા
જો તમને શનિનો દોષ હોય, સાડા સાતી પનોતી ચાલી રહી હોય કે અન્ય કોઇ દોષને કારણે તમે હેરાન કે દુઃખી થઇ રહ્યાં હો તો એના ઉપાય માટે કાળીચૌદશ ઉત્તમ દિવસ છે. કાળીચૌદશના દિવસે કાળા તલ, કાળી અડદની દાળ અને કાળાં વસ્ત્રોનું દાન કરો. આ ઉપરાંત હનુમાનજીના મંદિરે જઈને લાલ ફૂલ, સિંદૂર, આકડાની માળા તથા તેલ ચડાવો. મોડી રાત્રે મહાકાળીની પ્રાર્થના કરો. તમને તમામ દુઃખો અને દોષોમાંથી મુક્ત કરે એવી આજીજી કરો. હનુમાન ચાલીસાના પાઠ જેટલી વખત થાય એટલી વખત દિવસ દરમિયાન કરવા. આ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તમને તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે.
શ્રી મહાકાળી મંત્ર
॥ ક્રીં હ્રૂં હ્રીં દક્ષિણેકાલિકે ક્રીં હ્રૂં હ્રીં સ્વાહા॥
તમે અથવા તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ભયંકર રોગથી પીડાય છે અને સારવાર કરાવવા છતાં પણ સાજા થતા નથી તો શ્રી દક્ષિણ કાલી મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. આ મંત્ર બહુ પ્રચલિત છે, જે રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ શક્તિશાળી મંત્રથી મનુષ્યના જીવનમાં આવનારા દરેક રોગ કે દોષ સમાપ્ત થઇ જાય છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી મા કાલીની વિશેષ કૃપા સાધકને શીઘ્ર પ્રાપ્ત થાય છે.
હનુમાન મંત્ર
॥ ઓમ નમો ભગવતે હનુમતે નમ:।।
વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ ભંગ થઇ ગયાં હોય, સંતાન પર સંકટ
ભમી રહ્યું હોય તો આ મંત્રથી હનુમાનજીની પૂજા કરો. આ શક્તિશાળી મંત્ર દરેક કષ્ટને દૂર કરવામાં સક્ષમ છે.