તા. 11 નવેમ્બર 2023, શનિવાર
હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, લોકો ખરીદી કરવામાં લાગેલા છે ત્યારે આ પર્વ પર આશરે 7 કરોડ લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) દ્વારા વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવી રહ્યું છે. ખાતામાં વ્યાજની રકમ જમા થતા હવે ઈપીએફ ખાતાધારકની કુલ રકમ વધી જશે. આ સાથે મહત્વની વાત એ પણ છે કે, આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના ખાતાધારકને જમા રકમ પર 8.15 ટકા મુજબ વ્યાજ દર મળવાનો છે.
ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે: EPFO
સોશિયલ મીડીયા પર અનેક યુજર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઈપીએફઓને સવાલો પુછવામાં આવી રહ્યા છે. જેમા સુબ્રત કુમાર દાસ નામના એક ચુજર દ્વારા પુછવામાં આવ્યુ હતું કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે?, તેનો જવાબમાં આપતા ઈપીએફઓએ કહ્યુ હતું કે, હાલમાં પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, અને ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે. મેમ્બરોએ ધીરજ જાળવી રાખે.
નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારે 8.15 ટકા પ્રમાણે વ્યાજ દર નક્કી કર્યો છે
આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટેની છે અને તેને તરત ચેક કરી શકશો. તેમજ તમને જણાવી દઈએ કે, સરકારે આ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ પર 8.15 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી કરેલ છે.
EPFO ની દરેક માહિતી સરળતાથી ઓનલાઈન મેળવી શકો છો
તેમણે કહ્યું હતું કે, તમે જાણવા માંગતા હોય કે પીએફ ખાતામાં ક્યા મહિને કેટલુ પીએફ જમા થયું છે? તેમા કંપનીએ કેટલું યોગદાન આપેલુ છે?, કુલ કેટલી રકમ જમા છે ? આ ઉપરાંત આવી કેટલીક બાબતોની જાણકારી માટે તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો.
મેસેજ દ્વારા આ રીત કરી શકાય છે ચેક
PF બેલેન્સ ચેક કરવા માટે માત્ર એક SMS દ્વારા પણ જાણી શકાય છે. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે.
SMS મોકલવાની સરળ રીત
SMS મોકલવાની રીત એકદમ સરળ છે, તેના માટે તમારે ‘EPFOHO UAN’ લખીને 7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં જેવી ભાષામાં ઉપલબ્ધ છે.