- જમ્મુ કાશ્મીરમાં જવાનોએ સ્થાનિકો સાથે ઉજવી દિવાળી
- ઉરી ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી
- ગામવાસીઓએ અનુભવિ આનંદની લાગણી
દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. એકબીજાને મોઢુ મીઠુ કરાવીને તથા દિવાળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બીજી તરફ પીએમ મોદીએ દેશના જવાનો સાથે દિવાળી ઉજવી. ત્યારે જમ્મુ કાશ્મીરમાં જવાનોએ સ્થાનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
ગામવાસીઓ થયા ખુશખુશાલ
ભારતીય સેનાના સૈનિકોએ ઉરીના તહસીલના સોની ગામમાં સ્થાનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. અહીં દિવાળીની ઉજવણી કરીને શાંતિ અને સહાનુભૂતિની આવશ્યકતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. આ વિસ્તારમાં પહેલેથી જ કઠોર આબોહવા અને ભૂ પ્રદેશને કારણે જીવન પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરે છે. તેવામાં સૈનિકોએ ગામમાં જઇને દિવાળીની ઉજવણી કરતા ગામવાસીઓમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
ઘરોમાં કરાઇ રોશની
સૈનિકોની એક ટુકડી સોની ગામમાં પહોંચી જ્યાં ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા અને સૈનિકોનું ઢોલ અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના રક્ષકો સાથે આ પવિત્ર તહેવારની ઉજવણી કરવાની તક મળતાં ગ્રામજનોએ ઉત્સાહ અને નિર્ભેળ આનંદ દર્શાવ્યો હતો. આ પ્રસંગે એક ગામવાસીએ જણાવ્યું કે અમે ભારતીય સેના સાથે મળીને આ દિવાળી ઉજવી. જે દર્શાવે છે કે આપણે સૈનિકો સાથે સુમેળ અને શાંતિથી જીવવું જોઈએ, કારણ કે તેઓ અમારા ઘરની રક્ષા કરે છે. અન્ય એક ગ્રામીણે જણાવ્યું કે અમે ભારતીય સૈન્ય સાથે પ્રકાશનો આ તહેવાર ઉજવ્યો. તેઓ આવા કઠોર પ્રદેશોમાં આવીને અમારી સાથે ઉજવણી કરી.