- ભારે બરફ વચ્ચે જવાનોએ ઉજવી દિવાળી
- પૂંછમાં 4 હજાર ફૂટની ઊંચાઇએ ઉજવી દિવાળી
- દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના
દિવસ હોય કે રાત. તડકો હોય કે છાંયડો, ભયંકર વરસાદ હોય કે હિમ વર્ષા. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પરંતુ દેશની રક્ષા માટે જવાનો હંમેશા ખડે પગે રહે છે. પછી દિવાળીનો પર્વ જ કેમ ન હોય. ત્યારે દિવાળીના દિવસે પણ સૈનિકોની હિંમતને દાદ દેવી પડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં જવાનો 4 હજારની ફૂટની ઊંચાઇ પર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.
આખા પગ ખૂપી જાય તેટલો બરફ
આપણે અહીં ધામધૂમથી દિવાળી ઉજવી રહ્યા છીએ તેનું કારણ છે સીમા પર સતત પેરો ભરતા સેનાના જવાનો. જી, હા તહેવારના સમયમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં જવાનો 4 હજાર ફૂટની ઊંચાઇએ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ભારે હિમવર્ષા વચ્ચે આ કામગીરી કરવી ઘણી કઠિન છે. પગ આખે આખા ખૂપી જાય તેટલો બરફ છે તે વચ્ચે રહીને તેઓ દુશ્મનો પર બાજ નજર રાખી રહ્યા છે.
દિવાળીની શુભકામના પાઠવી
જો કે જવાનોમાં દિવાળીને લઇને ઉત્સાહ તો એટલો જ જોવા મળી રહ્યો છે. તેઓએ આટલી ઊંચાઇએથી પણ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા. ભારે બરફ વચ્ચે તેઓ પોતાની ફરજ નીભાવી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત રાખી રહ્યાછે. દુશ્મનોના કોઇ પણ પડકારોને ઝીલવાની તૈયારી સાથે તેઓ સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત છે. તેવામાં તેઓએ દેશના નાગરિકોને 4000 ફૂટની ઊંચાઇએથી દિવાળી શુભકામના પાઠવી હતી.