- તમિલનાડુના નીલગિરીમાં દીપડો ઘરમાં ઘુસ્યો
- કુન્નુર નજીક બ્રુકલેન્ડ્સમાં બની ઘટના
- દીપડાને પકડવાની કવાયત શરૂ
તમિલનાડુના નીલગિરી જિલ્લામાં દીપડાના હુમલામાં પત્રકાર સહિત છ લોકો ઘાયલ થયા છે. આ ઘટના જિલ્લાના કુન્નુર નજીક બ્રુકલેન્ડ્સમાં બની હતી. જો કે આજે આ ઘટનાનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ દીપડાને શોધવા કાર્યવાહી ચાલી રહી છે.
કેવી રીતે દીપડો પહોંચ્યો ઘરમાં ?
વાસ્તવમાં બ્રુકલેન્ડમાં એક પાલતુ કૂતરાનો પીછો કરતા જંગલમાંથી નીકળતો દીપડો એક ઘરમાં ઘુસી ગયો. રહેવાસીઓએ તાત્કાલિક કુન્નુર વન વિભાગ અને ફાયર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. જો કે આ પહેલા દીપડાએ લોકો પર હુમલો કર્યો હતો. દીપડો વિભાગ ઘરમાં હાજર વ્યક્તિને બચાવવા ગયો ત્યારે દીપડાએ ફરી હુમલો કર્યો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે દીપડાના હુમલાને કારણે છ લોકો ઘાયલ થયા છે. જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે જે દીપડાના બચાવ કામગીરીને કવર કરવા ગયા હતા.
દીપડો હજી ઘરમાં જ
અધિકારીએ જણાવ્યું કે પત્રકાર સહિત તમામ ઘાયલ લોકોને કુન્નુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે દીપડો હજુ પણ ઘરની અંદર છે, વન ટીમ હવે દીપડાને પકડવા માટે કામગીરી કરી રહી છે. અમે દીપડાને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તાજેતરમાં નીલગીરી જિલ્લામાં કુન્નુર વિસ્તારની શહેરની હદમાં કેટલાય દીપડા જોવા મળ્યા છે. દીપડાઓ ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ફરતા હોવાથી લોકો પણ ડરી ગયા છે.