- રેમન્ડના અધ્યક્ષ અને MD ગૌતમ સિંઘાનિયાનો ખુલાસો
- 32 વર્ષે પત્નીથી અલગ થઇ રહ્યા હોવાનું જણાવ્યું
- ટ્વિટર પર કરી જાહેરાત
રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા પત્નીની અલગ થઇ રહ્યા છે. જી, હા સોમવારે તેમણે એક નિવેદન જાહેર કરીને આ વાત જણાવી હતી. તેમની પત્ની નવાજ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. સિંઘાનિયાએ ટ્વિટર પર લખ્યું કે આ વર્ષે દિવાળી તેમના માટે સમાન નથી.
32 વર્ષના લગ્ન સંબંધનો અંત
તેમણે પોસ્ટ કરતા જણાવ્યું કે આ વખતની દિવાળી પહેલા જેવી નથી થવાની. એક કપલ રૂપે 32 વર્ષ સાથે રહ્યા, માતા પિતાના રૂપે આગળ વધ્યા, એકબીજાની તાકાતનો સ્ત્રોત બનીને રહ્યા. પ્રતિબદ્ધતા, સંકલ્પ અને વિશ્વાસ સાથે યાત્રા કરી. આપણા જીવનમાં બે સુંદર લોકો આવ્યા. તેમણે પોસ્ટમાં કહ્યું કે મારો વિશ્વાસ છે તે નવાજ અને મે હવેથી અલગ અલગ રસ્તો અપનાવવાનું નક્કી કરી લીધુ છે. હું તેનાથી અલગ થઇ રહ્યો છું. જો કે અમે અમારા બે રતન નિહારિકા અને નિસા માટે જે બેસ્ટ હશે તે કરતા રહીશું. તેમણે કહ્યું કે પરિવારમાં ઘણી બધી અફવાઓ ચાલી રહી છે.
પતિની દિવાળી પાર્ટીમાં અટકાવી હતી
મહત્વનું છે કે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાને ગયા અઠવાડિયે થાણેમાં તેમના પતિની દિવાળી પાર્ટીમાં ભાગ લેવાથી કથિત રીતે અટકાવવામાં આવી હતી. નવાઝ મોદી સિંઘાનિયાએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે જે વાયરલ થયો છે. વીડિયોમાં નવાજને એવું કહેતા સાંભળી શકાય છે કે તે જે.કે ગ્રામની બહાર ઉભી હતી.