- સૂચના અનુસાર અનેક જૂથોને 5 વર્ષ માટે ગેરેકાયદેસર જાહેર કરવામાં આવ્યા
- PLA, UNLF, PREPAK, KCP, KYKL પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ વધારવામાં આવ્યો
- જો આ સંગઠનો પર પ્રતિબંધ ન લગાવવામાં આવે તો તેઓ દેશવિરોધી કર્યો કરશે
સરકારે સોમવારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓ માટે નવ મૈતેઈ આતંકી જૂથો અને તેમની સાથે જોડાયેલા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ તમામ મોટાભાગે મણિપુરમાં સક્રિય છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, જે જૂથોને 5 વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે તેમાં પીપલ્સ લિબરેશન આર્મી, જે સામાન્ય રીતે પીએલએ તરીકે ઓળખાય છે, અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), ધ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર પાંખ મણિપુર પીપલ્સ આર્મી (MPA)નો સમાવેશ થાય છે.
આમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલેઇપાક (PREPAK) અને તેની સશસ્ત્ર પાંખ રેડ આર્મી, કાંગલેઇપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP) અને તેની સશસ્ત્ર પાંખ (જેને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે), કાંગલેઇ યાઓલ કનબા લુપ (KYKL), કોઓર્ડિનેશન કમિટી (CORCOM) અને એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કંગલીપાક (ASUK) નો પણ સમાવેશ થાય છે.
PLA, UNLF, PREPAK, KCP, KYKL ને ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (1967 ના 37) હેઠળ ઘણા વર્ષો પહેલા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હતા અને નવી કાર્યવાહીએ પ્રતિબંધને પાંચ વર્ષ સુધી લંબાવ્યો છે. અન્ય સંસ્થાઓને ગેરકાયદે જાહેર કરવાની જાહેરાત તાજેતરની છે.
પોતાના નોટિફિકેશનમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનું માનવું છે કે જો મૈતેઈ આતંકી સંગઠનો પર તાત્કાલિક અંકુશ અને નિયંત્રણ કરવામાં નહિ આવે તો તેમને તેમની અલગતાવાદી, વિધ્વંસક, આતંકવાદી અને હિંસક પ્રવૃત્તિઓ વધારવા માટે તેમની કેડરને સંગઠિત કરવાની તક મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે હાનિકારક દળો સાથે મળીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનો પ્રચાર કરશે, લોકોની હત્યામાં સામેલ થશે અને પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવશે.