- સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા
- મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી સારવાર
- સુબ્રત રોય દેશભરમાં ‘સહારશ્રી’ તરીકે પણ જાણીતા હતા
સહારા ઈન્ડિયા ગ્રુપના પ્રેસિડેન્ટ સુબ્રત રોયનું મંગળવારે 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
સહારા પરિવારના વડા સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનૌના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સુબ્રત રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ થયો હતો. તેઓ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને સહારા ઈન્ડિયા પરિવારના સ્થાપક હતા. તેઓ દેશભરમાં ‘સહારશ્રી’ તરીકે પણ જાણીતા હતા.
સમાજવાદી પાર્ટીએ સુબ્રત રૉયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સપાએ ટ્વિટ કરતાં લખ્યું છે કે સુબ્રત રોયના નિધનથી દુઃખી છે. અત્યંત દુઃખદ. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. શોકાતુર પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.