- ઉત્તરાખંડ સહિત દેશભરમાં ઉજવાયો ગોવર્ધન પૂજાનો તહેવાર
- ભગવાન રઘુનાથને વિવિધ નવા અનાજ અર્પણ કરવામાં આવ્યા
- પુષ્કર સિંહ ધામીએ વિધિવત ગૌ પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા
ગોવર્ધન પૂજાનો તહેવાર દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર દેશના વિવિધ ભાગોમાં ભગવાનને અન્નકુટ ચઢાવવામાં આવે છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં અન્નકૂટનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન રઘુનાથના મંદિરે પહોંચી દર્શન કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા.
કુલ્લુમાં આ દિવસે ભગવાન રઘુનાથને વિવિધ પ્રકારના નવા અનાજ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રઘુનાથને નવા અનાજ અર્પણ કરવાથી ભગવાન રઘુનાથ પાકની રક્ષા કરે છે અને ધાનની અછત ક્યારેય ન સર્જાય તેવા આશીર્વાદ આપે છે.
ગોવર્ધન પૂજાના અવસર પર મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનના ગાયના શેડમાં જઈને ગાયની પૂજા કરી હતી. સીએમ ધામીએ ગાયોને વિધિવત રીતે તિલક લગાવ્યું, તેમને માળા પહેરાવી અને રોટલી ખવડાવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ગોવર્ધન પૂજાની શુભકામનાઓ પાઠવી હતી અને લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.