- કોંગ્રેસના નેતા શશી થરૂરે કરી પ્રશંસા
- અફઘાનિસ્તાનના ક્રિકેટરની કરી પ્રશંસા
- ક્રિકેટર ગરીબોની કરી હતી મદદ
વર્લ્ડ કપના મુકાબલા વચ્ચે દિવાળીની ઉજવણી બમણી થઇ ગઇ. જ્યારે અફઘાનિસ્તાનના એક સ્ટાર ક્રિકેટરે દિવાળી પર એક એવુ પ્રશંસનીય કાર્ય કર્યુ જે બાદ કોંગ્રેસના નેતા શશી ખરૂર પણ તેના વખાણ કરતા રોકાયા નથી. દિવાળીની રાતે લગભગ 3 વાગતા અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજે અમદાવાદમાં ગરીબોને પૈસા આપતો વીડિયો સામે આવ્યો છે. એક સ્થાનિકે આ વીડિયો શેર કર્યો છે જેમાં બેટ્સમેન પૈસા આપી રહેલો દેખાય છે. ક્રિકેટરના આ સારા કાર્યની ચોમેર પ્રશંસા થઇ રહી છે. તેવામાં કોંગ્રેસના નેતાએ પણ ક્રિકેટરના વખાણ કર્યા છે.
શશી થરૂરે કર્યા વખાણ
દિવાળીની રાત્રે લગભગ 3 વાગ્યે, અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે અમદાવાદમાં રસ્તાઓ પર રહેતા લોકોને પૈસા વહેંચ્યા હતા. એક સ્થાનિક રહેવાસીએ ફૂટેજ શેર કર્યા. જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું કે અફઘાન બેટ્સમેન દ્વારા તેની છેલ્લી મેચ પછી રસ્તા પર રહેતા લોકો માટે દયનીય કાર્ય. આ તેણે અત્યાર સુધી ફટકારેલી કોઈપણ સદી કરતાં ઘણી વધારે છે . શશી થરૂરે વધુમાં જણાવ્યું કે આવી જ રીતે દયનીય દિલની સાથે તેમની કારકિર્દી, પણ લાંબા સમય સુધી ખીલતી રહે.
વાયરલ થયો હતો વીડિયો
અમદાવાદના રહેવાસી લવ શાહ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યા બાદ તે ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. વીડિયોમાં અફઘાનિસ્તાનનો બેટ્સમેન ફૂટપાથ પર સૂતેલા ગરીબોને મદદ કરી રહ્યો છે. પૈસા આપી રહ્યો છે. મહત્વનું છે કે હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે તેવામાં ક્રિકેટરની આ દયનીય કાર્યએ લોકોના દિલ જીતી લીધા.