- વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
- સમાજના આગેવાનોએ આપી મોટી ભેટ
- મોદીએ ઝારખંડ અંગે કહી દીધી અનોખી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પીએમ મોદી ભગવાન બિરસા મુંડાના પૈતૃક ગામ ખુંટી જિલ્લાના ઉલિહાટુ ગામ પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી આદિવાસીઓના કલ્યાણ માટે 24 હજાર કરોડ રૂપિયાની યોજના લોન્ચ કરી હતી. ગત મંગળવારે મોડી સાંજે પીએમ મોદી વિશેષ વિમાન દ્વારા રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમનો કાફલો રાજભવન જવા રવાના થયો હતો.
આ માટે જાણીતું છે ઝારખંડ
જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રાજભવનમાં આરામ કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજના સાહસ, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. અહીં મારા પરિવારના સભ્યોએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું રાજ્યના સ્થાપના દિવસ પર તેમને મારી શુભકામનાઓ પાઠવું છું અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પણ કામના કરું છું. પીએમના રાંચી આગમનને લઈને લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂંટીમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું. કે, વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. બહેનોની દરેક મુશ્કેલીઓને દૂર કરશે આ ભાઈ. ઝારખંડની દીકરીઓ રમતગમતમાં જે નામ કમાઈ રહી છે એ જોઈને દિલ ખુશ થઈ જાય છે. પીએમ આવાસ યોજના અંતર્ગત બહેનોના નામ પર અનેક એવી પ્રોપર્ટીઓ નોંધાઈ છે.
કડ઼ક સુરક્ષા વ્યવસ્થા કરાઈ
પીએમને આવકારવા માટે લોકો રાંચીના ચોક અને ચોક પર ઝારખંડનું પરંપરાગત નૃત્ય પણ કરી રહ્યા છે. રાંચી એરપોર્ટ પર રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પીએમનું સ્વાગત કર્યું હતું. આ સિવાય એરપોર્ટ પર ભાજપના સેંકડો કાર્યકરો હાજર હતા. PM મોદીના ઝારખંડ આગમનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાંચી સિટી એસપી, સદર ડીએસપી અને કમાન્ડો પણ શહેરના અરગોરા ચોક પર હાજર છે. એરપોર્ટથી રાજભવન સુધીની લગભગ સાત કિલોમીટરની સડક યાત્રા દરમિયાન પીએમ મોદીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.