- બસ 200 ફૂટ નીચે ખીણમાં ઊતરી ગઈ
- વળાંક પાસેના ઢાળમાં બસ ઊતરી ગઈ
- બસમાં કુલ 55 પ્રવાસીઓ બેઠા હતા
જમ્મુ અને કાશ્મીરમાં એક દુ:ખદ અકસ્માત થયો છે જ્યાં કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ રસ્તા પરથી ઊતરી ગઈ હતી. કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે લગભગ 250 મીટર ઢાળ પરથી નીચે પડી ગઈ હતી. આ બસમાં કુલ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર 20 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતાં પોલીસ પહોંચી અને રાહત કામગીરી હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રીએ કર્યું ટ્વિટ
ડોડામાં પોલીસ કંટ્રોલ રૂમના પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, મૃત્યુઆંક 20 કે તેથી વધુ હોઈ શકે છે. પોલીસ કંટ્રોલ રૂમ ડોડાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી એક બસ ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે રોડ પરથી પલટી ગઈ હતી. બીજા રસ્તા પર 250 મીટર નીચે પડી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાની નોંધ લઈને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે, અસ્સાર વિસ્તારમાં બસ દુર્ઘટનાની જાણકારી બાદ જમ્મુ કાશ્મીરના ડોડાના ડીસી હરવિંદરસિંહ સાથે વાતચીત થઈ છે. આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓના મોતની પુષ્ટિ થઈ છે.
વડાપ્રધાન કાર્યાલયે પણ નોંધ લીધી
ઈજાગ્રસ્તોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ટ્રાન્સફર કરવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું.” આ ઘટનામાં 15થી વધારે પ્રવાસીઓ ઈજા પામ્યા છે. તૃંગલ અસ્સાર નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે આ અંગે વિગત આપી હતી. વડાપ્રધાન મોદીના કાર્યાલય એ પણ સમગ્ર ઘટનાની નોંધ લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમઓ તરફથી કરવામાં આવેલી ટ્વિટર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું જે લોકો ઈજા પામ્યા છે તેઓ ઝડપથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.