- પીએમ મોદીએ બાળકો સાથે કરી ગમ્મત
- બાળક સાથે આનંદની કેટલીક પળ વિતાવી
- પીએમ મોદીએ શેર કર્યો વીડિયો
પીએમ મોદીનું સહજ અને નિખાલસ વ્યક્તિત્વ આપણે અનેકવાર જોયુ છે. તેઓ પાર્લામેન્ટના શ્રમિકો સાથે ખુરશી પર નહી પરંતુ તેમની સાથે જ સ્ટેજ પર બેસી ગયા. છત્તીસગઢની સભામાં બાળકીએ દોરેલુ ચિત્રના તેમણે વખાણ કર્યા. પીએમ મોદીએ બાળકીને ચિઠ્ઠી પણ લથી. આ ઉપરાંત અનેકવાર રેલીઓ તથા જાહેરસભાઓમાં તેઓ સહજ અને નિખાલસ ભાવ સાથે જોવા મળે છે. ત્યારે વધુ એકવાર પીએમ મોદીએ બાળકો સાથે યાદગાર પળો માણી હતી જેનો વીડિયો શેર કર્યો છે.
બાળકો સાથે બાળકો જેવા પીએમ મોદી
જ્યારે પણ પીએમ મોદીને તક મળે છે ત્યારે તેઓ બાળકો સાથે મસ્તી કરવાનો મોકો છોડતા નથી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળકો સાથે મસ્તી કરતો વીડિયો શેર કર્યો છે. પીએમ પદ પર રહીને તમે તેમનો આ અંદાજ કદાચ પહેલીવાર જ જોયો હશે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેઓ બાળકને ગમ્મત સાથે જ્ઞાન પીરસી રહ્યા છે. તેઓ પોતાના કપાળ પર એક રૂપિયાનો સિક્કો ચોંટાડી દે છે. બાળકો પર પણ આ પ્રયાસ કરે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ
પીએમ મોદીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શન આપ્યું- બાળકો સાથે વિતાવેલી કેટલીક યાદગાર પળો. જો કે આવું પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ બાળકો સાથે સમય વિતાવ્યો હોય. આ પહેલા પણ તે ઘણી વખત બાળકો સાથે હસતી અને મસ્તી કરતી જોવા મળ્યા હતા. આ વર્ષે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસર પર, પીએમ મોદી ‘અખિલ ભારતીય શિક્ષણ સમાગમ’ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બાળકોને મળ્યા હતા. ટ્વિટર પર બાળકો સાથેની તસવીર શેર કરતા પીએમ મોદીએ લખ્યું- માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને ઉત્સાહથી ભરી દે છે.