- તેલંગણામાં ચૂંટણી પહેલા આવકવેરાના દરોડા
- BRS MLAના ઘરે આવકવેરાના દરોડા
- ચૂંટણીમાં રજૂ કરી છે પોતાની ઉમેદવારી
તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે તેવામાં હવે આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય સમિતિ પાર્ટીના ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. તેમની ઓફિસ અને ઘર પર રેડ પાડવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના નજીકના લોકોના રહેણાંકો પર પણ તપાસ કરવામાં આવી રહ્યુ છે. આ ધારાસ્ભ્યનું નામ છે નલ્લામોથૂ ભાસ્કર રાવ.
2014માં ચૂંટાયા હતા
નલ્લામોથૂ ભાસ્કર રાવ મૂળ મૂળ નાલગોંડા જિલ્લાના નિદામનુ મંડલના શકપુરમ ગામના રહેવાસી છે. તેઓ 2014માં મિર્યાલાગુડા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2018માં તેમને ફરીથી આ જ વિસ્તારમાંથી ધારાસભ્ય બનવાની તક મળી. 1969માં અલગ તેલંગાણા રાજ્ય માટે આંદોલનમાં જોડાનારા પ્રથમ નેતાઓમાં રાવ હતા. તે દરમિયાન તેઓ SR-BGNR કોલેજમાં વિદ્યાર્થી સંઘના સચિવ પણ હતા.
આ વખતે નોંધાવી છે ઉમેદવારી
આ પહેલા 13 નવેમ્બરે આવકવેરા વિભાગના અધિકારીઓએ તેલંગાણાના મંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડીના નજીકના લોકોના ઘરે દરોડા પાડ્યા હતા. તે 2019 થી તેલંગાણામાં શિક્ષણ મંત્રી છે. જણાવવામાં આવ્યું હતું કે ઈન્કમટેક્સે પ્રદીપ નામના વ્યક્તિના ઘરે પણ તપાસ કરી હતી. તે મંત્રીના નજીકના સંબંધી હોવાનું કહેવાય છે. ભાસ્કર રાવ મિર્યાલાગુડાના ધારાસભ્ય છે. તેમજ આ વખતે પણ તેઓ BRSની ટિકિટ પર ચૂંટણીમાં પોતાની ઉમેદવારી રજૂ કરી રહ્યા છે.