- 10થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી
- ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં શીતલહેરની શરૂઆત
- હવામાન ખાતાએ કરી મોટી આગાહી
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો હાલ અહીં આ સીઝનનું સૌથી ઓછું તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. અહીં તાપમાનનો પારો 10.9 ડિગ્રી સુધી ઘટી ગયો. આની સાથે જ ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં ઠંડી હવાની શીત લહેર ચાલુ થઈ ગઈ છે.
દેશના ઘણાં રાજ્યોમાં હવે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. સાંજ પડતા જ હવે ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ જાય છે. તેમજ અમુક રાજ્યોમાં હજુ પણ વરસાદની શક્યતાઓ છે. હાલમાં રાજસ્થાનના ચુરૂ અને હરિયાણાના હિસારમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી નોંધાયું છે. જેના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. અહીં આગામી 24 કલાક સુધી હવામાન સામાન્ય રહેવાની ધારણા છે. જેમાં દિવસે 32 ડિગ્રી સુધી અને રાત્રે 19 ડિગ્રી સુધી હવામાન રહેવાની ધારણા છે.
રાજધાનીમાં થઈ શીતલહેરની શરૂઆત
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પણ હાલમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન 10.9 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે. જેના લીધે લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ સિવાય ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં શીતલહેર અનુભવાઈ રહી છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ પ્રદૂષણની સમસ્યાથી રાહતની સંભાવના હાલના જોવા મળે તેમ નથી. ખાસ કરીને આ રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતાઓ પણ હજુ નથી, જેથી હજુ પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકો માટે પ્રદૂષણથી રાહત મળવી એ હજુ દૂરની વાત છે.
સ્કાયમેટ વેધરની રિપોર્ટ અનુસાર આગલા 24 કલાકની અંદર તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. જેની સિવાય આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે કેરળ, મણિપુર, મિજોરમ, ત્રિપુરા, નાગાલૈંડ અને આસામમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે કે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના ભાગોમાં ઠંડીનું સામાન્ય જોર રહેવાની સંભાવના છે.
દિલ્હીની ઝેરી હવા
ગુરુવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ નબળી અને ગંભીર શ્રેણીની વચ્ચે રહી હતી. એટલે કે પ્રદૂષણની સમસ્યા યથાવત રહી છે અને એર ક્વોલિટી સારી નહોતી. આ એટલા માટે થયું કારણ કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે એર પાર્ટિકલ્સ વિખેરાઈ શકતા નથી. જેના લીધે હવામાનની ગુણવત્તા જેમની તેમ રહે છે અને તેમાં સુધારો આવતો નથી. દિલ્હી સરકાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરના સંયુક્ત પ્રોજેક્ટના તાજેતરના પરિણામો દર્શાવે છે કે બુધવારે રાજધાનીના વાયુ પ્રદૂષણમાં વાહનોના ધૂમાડાનો ફાળો લગભગ 38 ટકા છે. ગુરુવારે આ આંકડો વધીને 40 ટકા થવાની ધારણા છે.
સલ્ફેટ અને નાઈટ્રેટ જેવા કણો
જે વાયુઓ અને પાવર પ્લાન્ટ્સ, રિફાઈનરીઓ અને વાહનો જેવા સ્ત્રોતોમાંથી ધૂમાડાના લીધે વાયુ પ્રદૂષણ વધે છે તેનાથી રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનો વધારો થયો છે અને આ હાલના પ્રદૂષણના કારણોમાં સૌથી મજબૂત કારણોમાંથી એક છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આ એરોસોલ્સ શહેરના પ્રદૂષણમાં 30 થી 35 ટકા યોગદાન આપે છે.