- રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી
- દૌસામાં જે.પી નડ્ડાએ સંબોધી ચૂંટણી સભા
- કહ્યું કોંગ્રેસ પાર્ટી છે ક્યાં ?
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં પ્રચાર કરી જ રહ્યા છે તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ રાજસ્થાનમાં પ્રચારનું બીડુ ઝડપ્યું છે. તેઓએ રાજસ્થાનના દૌસામાં ચૂંટણી સભા સંબોધી હતી.
કોંગ્રેસ પાર્ટીનો કોઇ પત્તો જ નથી- જે.પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ચૂંટણી સભા સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો કોઇ અતોપત્તો જ નથી. તેના શાસનમાં વીજળી, રસ્તા , પાણી અને વિકાસ શોધ્યો જડતો નથી. માત્ર ભ્રષ્ટાચાર જ કરવાનું તેને આવડે છે. કોંગ્રેસ જ્યાં જાય ત્યાં ભ્રષ્ટાચાર જ કરે છે. કોંગ્રેસ તમને ગરીબી તરફ ધક્કેલે છે. જ્યારે પીએમ મોદી દેશના 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા મફત રાશન આપે છે. અમને વિકાસ તરફ લઈ જઈ રહ્યા છે.
જે.પી નડ્ડાએ સંકલ્પ પત્ર કર્યુ જાહેર
બીજેપીએ રાજસ્થાનમાં મેનિફેસ્ટો જાહેર કરતા પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારના મામલે જો કોઈ પક્ષ સૌથી આગળ છે તો તે કોંગ્રેસ છે. આજે રાજસ્થાનમાં પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. જો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વાત કરવામાં આવે તો રાજસ્થાન દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં આ મામલે પણ સૌથી આગળ છે. એટલું જ નહીં રાજસ્થાનમાં રેકોર્ડબ્રેક પેપર લીકના કિસ્સા પણ સામે આવ્યા છે.
મહિલા ડેસ્ક ખોલવાનું પણ વચન આપ્યું હતું
ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન અને દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક ખોલવાનું પણ વચન આપ્યું છે. તેમણે કેજીથી પીજી સુધીની છોકરીઓના મફત શિક્ષણની પણ વાત કરી હતી. તો, તેમણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દરેક સિલિન્ડર પર 450 રૂપિયાની સબસિડી આપવાનું પણ વચન આપ્યું હતું. ભાજપે સોશિયલ મીડિયા સહિત અન્ય ઘણા માધ્યમો દ્વારા લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા.