- રેલવેના મુસાફરોની સુવિધા માટે રેલવે મંત્રી સજાગ
- અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા દિલ્હી રેલવે સ્ટેશન
- રેલવેની વ્યવસ્થાથી મુસાફરો પણ સંતુષ્ટ: રેલવે મંત્રી
તાજેતરમાં પૂર્ણ થયેલ દિવાળીના તહેવારો અને આવનાર છઠ પૂજાના તહેવારને લઈને રેલવે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે, મુસાફરોની સુવિધાને લઈને રેલવે મંત્રી સતત ચિંતિત હોય છે અને તેને લઈને મોનીટરીંગ કરતાં રહે છે.
આજે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. રેલવે સ્ટેશને રેલવે મંત્રી મુસાફરો સાથે મુલાકાત પણ કરી હતી. મુસાફરો સાથે વાત કરીને તેમણે તહેવારો દરમિયાન દોડતી સ્પેશિયલ ટ્રેનો વિશે વાત કરી હતી.
મુસાફરો સાથે વાત કર્યા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેની આ વ્યવસ્થાથી મુસાફરો પણ સંતુષ્ટ છે, અહીં ઘણી ભીડ છે જેના કારણે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ ગણી વધુ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.