- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ આખા દેશમાં છવાઈ
- સ્ટેડિયમથી માંડીને ઘરે-ઘરમાં જોવા મળ્યો ક્રિકેટ ફીવર
- લગ્ન પ્રસંગમાં લોકો દુલ્હા-દુલ્હનને ભૂલી ક્રિકેટ મેચ જોવા લાગ્યા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપ સેમીફાઈનલ દરમિયાન વાનખેડે મેદાનમાં દર્શકોની અવાજની ગુંજ કહેતી હતી કે ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પણ એક ફિલિંગ અને રોમાંચ પણ છે. આ જ ફિલ માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ દેશભરમાં ટીવી પર મેચ જોતા લોકોના હૃદયમાં પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા લગ્નના વિડીયોમાં લોકો મોટી સ્ક્રીન પર ઈન્ડિયા મેચની મજા લેતા જોઈ શકાય છે.
લગ્નમાં ક્રિકેટ મેચ રમાઈ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં લોકો લગ્ન વચ્ચે વર્લ્ડ કપ મેચ જોતા જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ ગોર મહારાજ લગ્નમાં મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને વર-કન્યા લગ્નની વિધિઓમાં વ્યસ્ત છે. જ્યારે બીજી બાજુ લગ્નમંડપમાં બેઠેલા સેંકડો લોકો અહીં લગાવેલી મોટી સ્ક્રીન પર ક્રિકેટ મેચ જોતા જોવા મળે છે. બધાનું ધ્યાન ટીવી સ્ક્રીન પર છે, જેના પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. ODI વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓના દિવાનાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો થયો વાયરલ
લોકો આપી રહ્યા છે રસપ્રદ પ્રતિક્રિયાઓ
વિડીયોને લગભગ 9 લાખ લાઈક્સ મળ્યા છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે મજાક કરતા લખ્યું, ‘મેચ જરૂરી છે ભાઈ, લગ્ન પણ પછી થશે.’ બીજાએ લખ્યું, ‘સારું છે કે મામા-ફુઆ વચ્ચે ડખો નહીં થાય.’ ત્રીજાએ લખ્યું, ‘લગ્નના મહેમાનોને શાંત રાખવાની આ એક સારી રીત છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘દુલ્હન તરીકે મારી નજર પણ સ્ક્રીન પર હશે.’