- મધ્યપ્રદેશની 230 બેઠકો પર ચૂંટણી
- છત્તીસગઢની 70 બેઠકો પર મતદાન
- શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન માટે કડક બંદોબસ્ત
મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. મતદાનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢમાં આ બીજા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 20 બેઠકો પર મતદાન થયું હતું. પીએમ મોદીએ જનતાને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી છે.
ક્યાં કેટલુ મતદાન ?
- ભોપાલમાં 22 ટકા
- ઇન્દોરમાં 21.83
- રતલામમાં 33 ટકા
- નરસિંહપુરમાં 23 ટકા
- ગ્લવાલીયરમાં 25 ટકા
- બિલાસપુરમાં 14 ટકા
સવારે 11 વાગ્યા સુધીનું મતદાન
મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધી 27.62 ટકા મતદાન થયુ છે. જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કા માટેનું સવારે 11 વાગ્યા સુધી 19.65 ટકા મતદાન થયુ છે. છત્તીસગઢની 70 બેઠકો પર બીજા ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. 70 બેઠકો પર 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.
સવારે 9 વાગ્યા સુધી કેટલું મતદાન
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાનના બીજા તબક્કામાં છત્તીસગઢમાં સવારે 9 વાગ્યા સુધી 5.71% મતદાન નોંધાયું છે અને મધ્યપ્રદેશમાં 11.13% મતદાન નોંધાયું છે. એમપીમાં સવારે 7 વાગ્યાથી અને છત્તીસગઢમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
વોટ કરીને વિકાસમાં સહભાગી બનો- શિવરાજસિંહ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવાર સાથે સિહોર જિલ્લાના આદર્શ મતદાન કેન્દ્ર ગામ જૈતની સરકારી માધ્યમિક શાળા બિલ્ડીંગમાં પોતાનો મત આપ્યો. મુખ્યપ્રધાન ચૌહાણના પત્ની સાધના સિંહ અને પરિવારના અન્ય સભ્યોએ માધ્યમિક શાળા જેત સ્થિત મતદાન કેન્દ્ર પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મતદાનની વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે લોકશાહીના મહાન પર્વ પર રાજ્યના તમામ મતદાતાઓને શુભેચ્છાઓ. ‘મતદાન’ એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે. હું મધ્યપ્રદેશના મારા તમામ ભાઈઓ, બહેનો અને ભત્રીજાઓ અને ભત્રીજોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને રાજ્યની પ્રગતિ અને વિકાસમાં સહભાગી બને.