- ખરાબ હવામાન અને શરીરમાં પાણીની ઉણપને કારણે વધે છે સમસ્યા
- ક્રેમ્પ્સ સમયનું ખેંચાણ થોડી મિનિટોથી કલાકો સુધી રહે છે
- ડિહાઇડ્રેશન અને પોટેશિયમની ઉણપથી વધે છે તકલીફ
અનેકવાર ભાગદોડ કરવાના કારણે મસલ્સમાં ખેંચાણની સાથે દર્દ શરૂ થાય છે. અનેકવાર એવું બને છે કે વ્યક્તિ હલી પણ શકતા નથી. આ બાબતનું સીધું ઉદાહરણ છે વર્લ્ડ કપ 2023. આ સમયે તમે જોયું હે કે મેક્સવેલ અને ગિલ સહિત અનેક ખેલાડીઓ મેદાન પર ચાલુ મેચ સમયે આ સમસ્યાનો શિકાર બન્યા હતા. જો કે અચાનક થતું દર્દ જ ક્રેમ્પ્સ બને છે અને તેના કારણે એક સાથે દર્દ થવા લાગે છે. મળતી માહિતિ અનુસાર ક્રેમ્પ્સ સમયનું ખેંચાણ થોડી મિનિટો સુધી રહી શકે છે અથવા કલાકો સુધી તમને પરેશાન કરી શકે છે. ક્યારેક સંજોગો, હવામાન અને અન્ય કારણોસર સ્નાયુઓમાં ખેંચાણ થાય છે. આ પીડા અસહ્ય છે.
આ કારણે અનુભવાય છે ખેંચાણ
નિષ્ણાતોનું માનવું છે કે મોટાભાગે રમતગમત દરમિયાન વારંવાર ખેંચાણના બનાવો બને છે. ખરાબ હવામાન અને શરીરમાં પાણીની ઉણપને કારણે સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગે છે. જેને ક્રેમ્પ કહેવામાં આવે છે. રમતગમત દરમિયાન શરીરને ખૂબ પરસેવો થાય છે. જેના કારણે શરીરમાં પાણીની ખામી થવા લાગે છે. શરીરના નિર્જલીકરણને કારણે ખેંચાણ થાય છે. જો કે, એવું નથી કે આજકાલ ખેંચાણની ઘટનાઓ વધી છે. આ હંમેશા રમત દરમિયાન થાય છે.
પોટેશિયમની ખામી પણ છે કારણ
ખેંચાણ માત્ર ડિહાઇડ્રેશનને કારણે જ નહીં પરંતુ પોટેશિયમની ઉણપને કારણે પણ થઈ શકે છે. વાસ્તવમાં પોટેશિયમ મુખ્યત્વે સ્નાયુ કોશિકાઓ અને નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરે છે. પોટેશિયમ સ્નાયુઓના સંકોચન-વિસ્તરણની પ્રક્રિયામાં અને જ્ઞાનતંતુઓથી મગજમાં સંકેતોના પ્રસારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં પોટેશિયમની ઉણપને કારણે શરીરના સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગે છે.
કેવી રીતે દૂર રહેવું
જો તમને તમારા પગમાં તીવ્ર ખેંચાણ છે ત્યારે તરત જ સ્ટ્રેચિંગ કરો. તમારા આહારમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ યુક્ત ખોરાકનો સમાવેશ કરો. પોતાને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો. તો તમે તેનાથી જલ્દી રાહત મેળવી શકો છો. આ સિવાય તમને દર્દ વધારે રહે તો તમારે ડોક્ટરનો પણ સંપર્ક કરી લેવો જરૂરી છે.