- દિલ્હીની હવામાં ભળ્યુ ઝેર
- લોકોને શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ
- શુક્રનારની સરખામણીએ શનિવારે AQI ઘટ્યો
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ દિવસ જાય તેમ ખરાબ બની રહી છે. દિલ્હીમાં ફરીવાર ધુમ્મસનું રાજ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે હવાની ગુણવત્તાનો આંક 398 પર પહોંચ્યો હતો. જે ‘ખૂબ નબળી’ શ્રેણીમાં ગણાય છે. વાયુ પ્રદૂષણને કારણે, સવારે ચાલવા માટે નીકળેલા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં ખંજવાળ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીમાં ગંભીર શ્રેણીમાં હવા
વધતા પ્રદૂષણના સ્તરે દિલ્હીવાસીઓની ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોના રેકોર્ડ પર નજર કરીએ તો શુક્રવારે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ગંભીર’થી ‘અત્યંત ગંભીર’ શ્રેણીમાં બગડી હતી. જોકે શુક્રવાર અને શનિવાર વચ્ચે AQIમાં થોડો તફાવત જોવા મળ્યો છે. રાજધાનીમાં, શુક્રવારે સવારે 7 વાગ્યે AQI 437 હતો, જ્યારે શનિવારે તે 398 હતો.
પ્રદૂષણને લઇને ગરમાયુ રાજકારણ
છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરીએ તો મંગળવારે 397, સોમવારે 358, રવિવારે 218 અને શનિવારે 220 હતો. ખરાબ હવાની ગુણવત્તાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બીજી તરફ ભાજપ અને AAP એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે દિવાળીના ફટાકડાને કારણે પ્રદૂષણ વધ્યું છે.
હરિયાણામાં પરાળી સળગાવી
દિલ્હીમાં પ્રદૂષણને લઇને રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવે છે. જેમાં એક આરોપ એવો પણ છે કે પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. જો કે હાલમાં પણ હરિયાણામાં પરાળી સળગાવાવમાં આવી રહી છે.