- દિલ્હીની યમુના નદીના પ્રદૂષણને લઈને ચર્ચા
- સાંસદ મનોજ તિવારીએ સાધ્યું આપ સરકાર પર નિશાન
- નવેમ્બર 2025માં ભાજપ ઉજવશે યમુના પર છઠ પૂજા
આજે દેશભરમાં છઠ પૂજાનો તહેવાર ઉજવાઇ રહ્યો છે ત્યારે ભાજપના સાંસદ અને નેતા મનોજ તિવારીએ છઠ પૂજા નિમિત્તે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું હતું.
ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું હતું કે 2025માં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ રીતે વિદાઇ ઠાઈજાશે. નવેમ્બર 2025માં છઠ ધામધૂમથી યમુના નદીના કિનારે જ ઉજવવામાં આવશે. છઠ સ્વચ્છતાનો જ તહેવાર છે. મનોજ તિવારીએ કહ્યું કે શું દિલ્હી સરકારને નથી લાગતું કે આસ્થાને ચોટ વાગી રહી છે. કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં જઈશું. દિલ્હી સરકારે કહ્યું કે યમુનાજીનું ચંદન પલિત કરી દીધું છે અને તમે માત્ર અને માત્ર જુઠ્ઠાણું બોલતા રહ્યા.