-
ઉત્તરકાશી ટનલ રેસક્યુનો આઠમો દિવસ
-
સીએમ અને નીતિન ગડકરીએ કરી કામગીરીની સમસ્યા
-
PMO રાખી રહ્યા છે સતત વૉચ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલની અંદર ભૂસ્ખલન થયું છે.ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો હજુ સુધી બહાર આવી શક્યા નથી. શ્રમિકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઓગર મશીનની મદદ લેવાઇ રહી છે આ ઉપરાંત ઇન્દોર થી પણ ડ્રિલંગ મશીન મંગાવાયુ છે. ત્યારે આ મામલે હવે પીએમઓ અને રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આજે ઉત્તરાખંડ સીએમ અને ભાજપના નેતા નીતિન ગડકરી ઘટના સ્થળની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
શ્રમિકોને બહાર કાઢવાની સર્વોચ્ચ પ્રાથમિકતા
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાના 8મા દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી બચાવ કાર્યની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરંગ તૂટી પડવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા 7-8 દિવસથી અમે પીડિતોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. તેમને બહાર કાઢવા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે… અમે અહીં કામ કરતા સંબંધિત અધિકારીઓ સાથે 2 કલાક લાંબી બેઠક યોજી છે…6 વૈકલ્પિક પગલાં પર કામ કરી રહ્યા છીએ અને ભારત સરકારની વિવિધ એજન્સીઓ અહીં કામ કરી રહી છે. PMO પણ આના પર ખાસ નજર રાખી રહ્યું છે… ટનલ એક્સપર્ટ અને BRO ઓફિસરોને પણ બોલાવવામાં આવ્યા છે..અમારી પ્રાથમિકતા ફસાયેલા પીડિતોને ખોરાક, દવા અને ઓક્સિજન આપવાની છે.
જો મશીન યોગ્ય રીતે કામ કરશે તો..
તેઓએ વધુમાં જણાવ્યું કે આ ઓપરેશનની પ્રથમ પ્રાથમિકતા પીડિતોને જીવતા રાખવાની છે. બીઆરઓ દ્વારા ખાસ મશીનો લાવી રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. અહીં અનેક મશીનો આવી ગયા છે. બચાવ કામગીરી હાથ ધરવા માટે હાલમાં બે બોરિંગ મશીન કાર્યરત છે. આ હિમાલયના ભૂપ્રદેશની જટિલતાઓ છે. ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો ક્યારે બહાર આવશે તેને બચાવ કામગીરી પર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ‘જો ઓગર મશીન યોગ્ય રીતે કામ કરશે તો અમે આગામી બેથી અઢી દિવસમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચી શકીશું..