ડોલી એક વખત સાડી પહેરાવવાનો ચાર્જ સાધારણ વ્યક્તિની એક મહિનાની સેલરી જેટલો લે છે
જો કોઈ કહે કે સાડી પહેરીને ચાલવું મુશ્કેલ છે કે કામ કરવું મુશ્કેલ છે તો મને એ વાત યોગ્ય લાગતી નથી. જો રાણી લક્ષ્મીબાઈ સાડી પહેરીને ઘોડા પર સવાર થઈને યુદ્ધ લડી શકે છે તો આપણે રોજ સાડી પહેરવાનો આટલો મોટો મુદ્દો શા માટે બનાવીએ છીએ? કદાચ એટલા માટે કે આપણને એટલા બધા વિકલ્પો આપવામાં આવ્યા છે.આ શબ્દો છે મુંબઈના ડોલી જૈનના.જેને સેલિબ્રિટીને સાડી પહેરાવીને નામ અને દામ બંને કમાયા છે.
આજકાલ વન મિનિટ સાડીનો કોન્સેપ્ટ આવ્યો છે. ડોલી જૈન એક રેકોર્ડ હોલ્ડર છે જે 18.5 સેકન્ડમાં સાડી પહેરી શકે છે. તેણી ને પ્રી-સ્ટીચ્ડ પ્લીટ્સવાળી સાડી બિલકુલ પસંદ નથી કારણ કે પોતે ખૂબ જ ઝડપથી અને એકદમ પરફેક્ટ લુક વળી સાડી પહેરાવી શકે છે.
નીતા અંબાણીના વહુ રાધિકા મર્ચન્ટની સગાઈના લુક પાછળ ડોલી જૈન હતી. રાધિકાએ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પહેર્યો હતો જેને ડોલી દ્વારા શાહી રીતે અપલિફ્ટ કરવામાં આવ્યો હતો. સાડી 325 રીતે પહેરી શકાય છે. હકીકતમાં, ગ્લેમરની દુનિયામાં, ડોલી જૈન ભારતીય પોશાક પહેરવા માટે જાણીતી છે. કહેવાય છે કે ડોલી માત્ર 18 સેકન્ડમાં કોઈપણ પ્રકારની સાડી પહેરી શકે છે. ડોલી જૈન 325 અલગ-અલગ સ્ટાઈલની ડ્રેપિંગ જાણે છે. દીપિકા પાદુકોણની બેંગ્લોરની રિસેપ્શન પાર્ટીની સાડી હોય કે સોનમ કપૂરનો મહેંદી લૂક હોય કે પછી આલિયા ભટ્ટની વેડિંગ સાડીની ડ્રેપિંગ હોય, આ બધું ડોલી જૈન દ્વારા સ્ટાઈલ કરવામાં આવ્યું હતું.ફક્ત એક વખત સાડી પહેરાવવા ના પૈસા કોઈ સાધારણ વ્યક્તિની એક મહિનાની સેલરી જેટલા લે છે.