સપ્ત સંગીતિમાં આજે રાજકોટના શ્રોતાઓ શુભા મુદ્દગલના સ્વરોમાં ભીંજાશે
પત્રકાર પરિષદમાં તેઓએ શાસ્ત્રીય સંગીત,રિયાઝ,સૂફી સંગીત,ગુરુ શિષ્ય પરંપરા વગેરે વિષય પર વાતચીત કરી
રાજકોટમાં સંગીત સપ્તાહનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આજે સપ્ત સંગીતીના કાર્યક્રમમાં કલાકાર તરીકે શાસ્ત્રીય સંગીતમાં મોટું નામ એવા શુભા મુદગલ રાજકોટના મહેમાન બન્યા છે આજે પત્રકારોને સંબોધતા સંગીત ના જુદા જુદા વિષયો પર વિસ્તૃત વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સંગીત દેશ ભાષા પ્રાંત બધાને ઓળંગીને લોકોના હૃદયને સ્પર્શે છે. જ્યારે નવી પેઢીના સંગીતકાર મને બોલાવે છે ત્યારે ખૂબ આનંદ આવે છે આ અનુભવ હું મારા પોતાના માટે લઉં છું નહીં કે શાસ્ત્રીય સંગીત ની લોકપ્રિયતા વધારવા માટે કારણ કે શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય કરવાની જરૂર નથી. વર્તમાન સમયમાં પણ શાસ્ત્રીય સંગીત દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં એક પ્રોટોકોલ હોય છે અન્ય ગુરુ પાસે શીખવા જતા પહેલા પોતાના ગુરુની આજ્ઞા લેવી પડતી હોય છે પોતાને જ્યારે ઠુંમરી શીખવી હતી ત્યારે તેણે પોતાના ગુરુને જણાવ્યું અને તેઓએ જ નૈના દેવીનું નામ સજેસ્ટ કર્યું અને નૈનાનદેવી પાસે તેઓ ઠુમરી શીખ્યા. ગુરુની આજ્ઞા વગર અન્ય પાસે શીખવા જઈ શકાતું નથી તેઓ અનેક ગુરુ પાસેથી શીખ્યા છે અને અલગ અલગ અનુભવ મેળવ્યો છે બંદિશ હોય કે ગાયકીની વિશેષતા હોય અલગ અલગ ગુરુ તેની અલગ અલગ ખાસિયત ધરાવતા હોય છે.
ગુરુ શિષ્ય પરંપરા બાબત તેઓએ જણાવ્યું કે શાસ્ત્રીય સંગીત ના ક્ષેત્રમાં ગુરુ શિષ્ય પરંપરા નું ખાસ સ્થાન છે કારણ ક જ્યારે વિદ્યાર્થી ગુરુના શરણમાં જાય છે ત્યારે જ તે પોતાની મર્યાદા દૂર કરી શકે છે ઇન્સ્ટિટયૂટમાં એ શીખવા નથી મળતું જે ગુરુ શિષ્ય પરંપરામાં શીખવા મળે છે. વિદ્યાર્થીની પાત્રતા જોઈને ગુરુ શીખવે છે તેની મર્યાદા દૂર કરે છે ખૂબી અને ખામી મુજબ તે પોતાના શિષ્યોને શીખવે છે. એક કલાકાર બનવા માટે જે પણ આવશ્યક હોય તે દરેક વસ્તુ શિષ્યને શીખવે છે.આજકાલ ઓનલાઇન ક્લાસીસ બાબતે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ જે શીખવા મળે છે તે ઓનલાઇનમાં શીખવા નથી મળતું. દર અઠવાડિયે અથવા તો દર મહિને ગુરુ પાસે રૂબરૂ જઈને શીખવું જરૂરી છે. હાલ શાસ્ત્રીય સંગીત ના કલાકારો અને સાંભળનાર શ્રોતાઓ ઓછા થઈ ગયા છે તે બાબત તેઓએ જણાવ્યું હતું કે સંગીત શીખવા માટે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે વિદેશમાં પણ શાસ્ત્રીય સંગીતની ખુશ્બુ ફેલાયેલી છે અત્યારની નવી પેઢી પણ શાસ્ત્રીય સંગીત વિશે ગંભીર છે. નવી પેઢી પણ ખૂબ રસ ધરાવે છે. વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલી અને કઠિનાઈ ઓ વચ્ચે પણ સંગીત શીખી રહ્યા છે.
રિયાઝ બાબત તેઓએ જણાવ્યું કે આખો દિવસ રિયાસ કર્યા કરવો જરૂરી નથી. સિનિયર કલાકારોનું ગાયન ગાયકી સાંભળો તેમાંથી પોતાની મર્યાદા શોધી તે દૂર કરવા પ્રયત્ન કરો. તે પણ એટલું જ જરૂરી છે એક સમયે રાગ મેઘ ગાઈ ને વરસાદ આવતો એ અનુભવ બાબત પૂછતા તેઓએ જણાવ્યું કે ખરેખર સંગીતમાં એટલી તાકાત છે કે તે સામેની વ્યક્તિ પર અસર કરી શકે છે. સંગીત માં એક માહોલ બંધાય છે જેમાં શ્રોતાઓ પણ ભીંજાય છે અનેક એવા અનુભવોની તેઓએ વાત કરી કે જેમાં લોકો પોતાના ખરાબ સમયમાં તેમનું ગાયન સાંભળી અને હલકા થતા સુફી સંગીત વિશે તેઓએ જણાવ્યું કે આ એક અલગ પ્રકારની ટ્રેડિશન છે જેમાં શબ્દોને સાંભળવા કરતા સમજવું ખૂબ જરૂરી છે.આજે તેઓ સાથે તબલા સંગત અનીશ પ્રધાન કરશે અને વાયોલીન પર સુધીર નાયક સાથ આપશે.