- ચોખાની ખીરને કહો બાય-બાય
- શ્રાદ્ધમાં પિતૃઓને ઘરો સફરજનની ખીરનો ભોગ
- ઓછી વસ્તુઓથી જલ્દી તૈયાર થશે આ ખીર
શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીના તર્પણનું ખાસ મહત્ત્વ છે. જો તમે પણ પિતૃઓને ખાસ ભોગ ધરાવવા ઈચ્છો છો તો તમે કાગવાસ માટે સફરજનની ખીર ટ્રાય કરી શકો છો. પારંપરિક રીતે બનતી ચોખાની ખીરથી આ ખીરનો ટેસ્ટ અલગ લાગશે અને હેલ્ધી પણ રહેશે. તો જાણો સરળ રેસિપિ કે કઈ રીતે બનાવી શકાશે આ ખીર.
સફરજનની ખીર
સામગ્રી
-3 થી 4 નંગ સફરજન છીણેલા
-1 કપ મિલ્કમેડ
-1 કપ દૂધ
-2 ચમચી ખાંડ
-એલનો પાવડર
-ડ્રાય ફ્રુટ્સની કતરણ
રીત
સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં એક કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે ઉકળવા દો. હવે ગેસની આંચ બંધ કરી દો. રંધાઇને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી એલચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીરનો ભોગ ધરાવો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. અને જો તમે ઇચ્છો તો તેને રૂમ ટેમ્પ્રેચર પર પણ યૂઝ કરી શકો છો.